Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

પાકિસ્તાનમાં મહિલાઓની સુરક્ષાની સ્થિતિની આખી કહાનીનો પર્દાફાશ : સિક્યોરિટી ગાર્ડે મહિલાને ઢીકા-પાટાનો માર માયો !

ગર્ભવતી મહિલાને નિશાન બનાવવામાં આવી : જાહેરમાં થપ્પડ મારી મહિલાને પેટમાં પાટુ માર્યો, સમગ્ર ઘટનાનો વિડીયો વાઈરલ

નવી દિલ્લી તા.09 : પાકિસતનામાં જાહેરમાં એક ગર્ભવતી માહિલાને માર મરાતો હોવાની ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયો એટલો દર્દનાક છે કે કજોઈનું પણ હ્રદય દ્રવી ઉઠી શકે છે. પાકિસ્તાનમાં મહિલાઓ સામે હિંસા અને મારપીટ વાત સામાન્ય બની ગઈ હોય તેવું આ વિડીયો જોઈ લાગી રહ્યું છે. તેમજ વિડીયો વાઈરલ થતાં મહિલાઓની સુરક્ષાની સ્થિતિની આખી કહાનીનો પર્દાફાશ કર્યો છે.

આ વાયરલ વીડિયોમાં એક ગર્ભવતી મહિલાને નિશાન બનાવવામાં આવી છે. આ વીડિયો પાકિસ્તાનના કરાચીનો છે, જ્યાં એક ગર્ભવતી મહિલાને સુરક્ષા ગાર્ડ દ્વારા જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં ગાર્ડે મહિલાને એટલી જોરથી થપ્પડ માર્યો અને તે જમીન પર પડી ગઈ.

આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સિક્યોરિટી ગાર્ડ પહેલા ગર્ભવતી મહિલા સાથે કોઈ વાત પર દલીલ કરે છે. દલીલ એટલી હદે વધી ગઈ કે સિક્યોરિટી ગાર્ડે મહિલાને થપ્પડ મારી દીધી.

ત્યારબાદ મહિલા જમીન પર પડી જાય છે. ગાર્ડનો ગુસ્સો હજી સુધી અટક્યો નહીં. તે જમીન પર પડી ગયેલી મહિલાના ચહેરા પર પણ લાત મારે છે. આ આખી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ વીડિયોમાં આસપાસના લોકોને પણ જોઈ શકાય છે, જેઓ દર્શક તરીકે જોવા મળી રહ્યા છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીઓ સામે કલમ 354, 337 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. FIR મુજબ મહિલાની ઓળખ સના તરીકે થઈ છે. તેણે પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે તે કરાચીના ગુલિસ્તાન-એ-જોહર બ્લોક 17 સ્થિત નોમાન ગ્રાન્ડ સિટીના એક એપાર્ટમેન્ટમાં નોકરાણી હતી. મહિલાએ કહ્યું, '5 ઓગસ્ટે તેણે તેના પુત્ર સોહેલને ખાવાનું પહોંચાડવા કહ્યું હતું. પરંતુ જ્યારે પુત્રએ એપાર્ટમેન્ટમાં ઘૂસવાની કોશિશ કરી ત્યારે યુનિયનના અધિકારીઓ જેમાં અબ્દુલ નાસિર, આદિલ ખાન અને મહમૂદ ખલીલ સામેલ હતા. તેઓએ તેને એપાર્ટમેન્ટમાં પ્રવેશતા અટકાવ્યો.

મહિલાએ કહ્યું, 'જ્યારે હું આ અંગે પૂછપરછ કરવા નીચે આવી. ત્યારે આદિલ ખાન ગુસ્સે થઈ ગયો અને મારી સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો. જે બાદ તેણે સિક્યુરિટી ગાર્ડને મને મારવાનું કહ્યું. હું 6 મહિનાની ગર્ભવતી છું. જ્યારે તેણે મને માર્યો, ત્યારે હું પીડાને કારણે બેભાન થઈ ગઈ.' આ ઘટનાની સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે નોંધ લીધી અને સુરક્ષા ગાર્ડ્સ સામે કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યો. સીએમએ પૂછ્યું કે 'સિક્યોરિટી ગાર્ડે મહિલા પર હાથ ઉપાડવાની હિંમત કેવી રીતે કરી?' તમને જણાવી દઈએ કે મહિલાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પોલીસે આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(9:32 pm IST)