Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

રાજસ્થાન કોંગ્રેસમાં ઘીના ઠામમાં ઘી પડ્યું : પાયલોટની ઘરવાપસીના સંકેત : રાહુલ -પ્રિયંકાની મુલાકાત રંગ લાવી

સીએમ હાઉસમાં એક મહત્વપૂર્ણ બેઠક : કોઈ બળવાખોર સામે પગલાં નહીં લેવાય !

રાજસ્થાનની રાજકીય પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. ગેહલોત સરકાર વિરુદ્ધ બળવો કરનારા સચિન પાયલોટે દિલ્હીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. રાહુલ અને પ્રિયંકા સાથે પાઇલટની મુલાકાત રંગ લાવશે તેવું લાગી રહ્યું છે. હરિયાણામાં એક મહિનાથી વધુ સમયથી રહેલા પાયલટ સમર્થક ધારાસભ્ય જયપુર પરત આવવા માટે તૈયાર છે. તે જ સમયે, પાયલોટ તરફી ધારાસભ્ય ભંવરલાલ શર્મા પણ સોમવારે સાંજે જયપુર પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળ્યા હતા.

હાલમાં સીએમ હાઉસમાં એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. તેમાં સીએમ અશોક ગેહલોત, પીસીસી ચીફ ગોવિંદ દોટાસરા, ચિકિત્સામંત્રી રઘુ શર્મા અને કેટલાક અન્ય ધારાસભ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આજની રાત સુધીમાં સચિન પાયલોટ અને બળવાખોર છાવણી જયપુર પરત ફરશે અને પાર્ટીમાં તેમની સફળ વાપસી થશે. તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહીં. બળવાખોર પ્રધાનોને પણ તેમની જગ્યાઓ પર ફરીથી ગોઠવવામાં આવશે અને સચિન પાયલોટ ડેપ્યુટી સીએમ અને પીસીસી ચીફના પદ પર પાછા ફરશે. આવી સ્થિતિમાં ડોટાસરા થોડા સમય માટે રાજીનામું આપી શકે છે.

(11:03 pm IST)
  • રાષ્ટ્રીય કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી ચાલુ રહેશે : પાર્ટીના નવા પ્રમુખની ટૂંક સમયમાં ચૂંટણીઓ કરવામાં આવશે તેમ કોંગ્રેસી સૂત્રોએ જણાવ્યુ હતું. access_time 11:31 pm IST

  • ડોકટરોનો કવોરન્ટાઈન સમય 'ઓનડ્યુટી' તરીકે ગણાશે : સુપ્રિમ : કોરોના દર્દીની સારવાર કરતા ડોકટરો માટે મોટા સમાચાર : કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં જવાબ આપ્યો : ૩ ઓગષ્ટે જ તમામ રાજયોને આ નિર્દેશ અપાયા છે access_time 4:02 pm IST

  • બોલિવૂડ અભિનેતા સંજય દત્તને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા :શનિવારે શ્વાસ લેવામાં તકલીફ થતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો access_time 6:42 pm IST