Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

આવતા અઠવાડીયામાં

મુંબઈ કોર્પોરેશન દ્વારા અદ્દભૂત પ્રયોગ શરૂ : અવાજ ઉપરથી ખ્યાલ આવશે કે કોરોના છે?

સ્માર્ટ ફોન કે કોમ્પ્યુટરમાં રહેલી 'એપ'માં બોલવાથી કોરોના ટેસ્ટ થઈ શકશે : નવા એન્ટીજન ટેસ્ટમાં ૩૦ મિનિટમાં પરિણામ : વોઈસ એનાલીસીસ મેથડ વધારે સેન્સીટીવ નથી : મુંબઈના એડીશ્નલ મ્યુનિસિપલ કમિશ્નર સુરેશ કાકાનીએ કહ્યુ કે અમે 'એએલ-બેઈઝડ' વોઈસે સેમ્પલીંગ એપ્લીકેશનના પાયલોટ પ્રોજેકટનો પ્રારંભ કરી દીધો છે. મુંબઈના ગોરેગાંવમાં નેસ્કો ફેસીલીટીમાં ૧૦૦૦ જેટલા કોરોનાના શંકાસ્પદ અને પોઝીટીવ વ્યકિતઓ ઉપર પાયલોટ પ્રોજેકટ હેઠળ પ્રયોગ કરાશે : આ પૂર્વે ફ્રાન્સ - ઈટલીમાં વોઈસ એનાલીસીસ ટેસ્ટનો ઉપયોગ થઈ ચૂકયા છે. દરમિયાન નવા એન્ટીજન ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરાતા હવે ૩૦ મિનિટમાં કોરોના અંગે પરિણામ મળે છે.

(6:15 pm IST)