Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ભારતીય જીવન વિમા નિગમ (LIC) મુશ્‍કેલી સમયમાં જોખમ આવરણને જારી રાખવાને પ્રોત્‍સાહિત કરવા બંધ પોલીસી ચાલુ કરવા તક આપશે

નવી દિલ્હીઃ ભારતીય જીવન વીમા નિગમ (LIC) હાલના મુશ્કેલ સમયમાં જોખમ આવરણને જારી રાખવાને પ્રોત્સાહિત કરવા માટે પોતાના પોલિસીધારકોને બંધ થઈ ચુકેલી પોલિસી ફરી શરૂ કરવા માટે તક આપશે. એલઆઈસીએ રવિવારે આ જાણકારી આપી છે. વીમા કંપનીએ 10 ઓગસ્ટથી નવ ઓક્ટોબર સુધી વિશેષ રિવાઇવલ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જે હેઠળ એલઆઈસીની બંધ થઈ ચુકેલી વ્યક્તિગત પલિસીને ફરી શરૂ કરી શકાશે.

એલઆઈસીએ એક નિવેદનમાં કહ્યું, હાલની પરિસ્થિતિઓને જોતા તબીબી આવશ્યકતાઓમાં કોઈ છૂટછાટ આપવામાં આવતી નથી અને આ માત્ર વિલંબ શુલ્ક સુધી સીમિત છે. એલઆઈસીએ કહ્યું કે, વિશે, રિવાઇવલ અભિયાન હેઠળ કેટલીક ખાસ યોજનાઓની પોલિસીને બીજીવાર શરૂ કરી શકાય છે, પરંતુ તેના પ્રીમિયમ ન ભરવાનો ગાળો પાંચ વર્ષથી વધુ ન હોવો જોઈએ. એસઆઈસીએ નિવેદનમાં કહ્યું કે, રિવાઇવલ માટે પોલિસીધારકોને વિલંબ ચાર્જમાં 20 ટકાની છૂટ મળશે, જ્યારે 25 ટકાની છૂટ 1 લાખથી 3 લાખ રૂપિયા વચ્ચે હશે.

આ અભિયાનથી તે પોલિસી ધારકોને લાભ થશે જે કોઈ પરિસ્થિતિઓને કારણે પ્રીમિયમની ચુકવણી કરવામાં સક્ષમ નહતા અને તેની પોલિસી લેપ્સ થઈ ગઈ હતી. એલઆઈસીએ કહ્યું કે, વીમા પોલિસીને ફરી શરૂ કરવા માટે એકજૂની નીતિને રિવાઇવલ કરવા અને એલઆઈસી પોતાના ગ્રાહકોને પોતાના જીવન વીમા કવરને જારી રાખવાની ઈચ્છાને સારી બનાવવા માટે હંમેશા તૈયાર રહે છે.

LIC દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી વય વંદના યોજના વરિષ્ઠ નાગરિકો માટે એક ખુબ ફાયદાકારક સામાજીક સુરક્ષા યોજના છે. આ એક નોન-લિન્ક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ પેન્શન સ્કીમ છે. આ યોજનામાં ભારત સરકારે સબ્સિડી આપી છે. હાલમાં એલઆઈસીએ આ યોજના સંબંધિત વર્ઝન લોન્ચ કર્યું છે. આ યોજના 31 માર્ચ 2023 સુધી વેચાણ માટે ઉપલબ્ધ છે.

(4:41 pm IST)