Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

દેશમાં વિવિધ ક્ષેત્રે ૧૦૬પ૯ નોકરીઓ ઉપલબ્ધઃ આજેજ અરજી કરોઃ લાઇફ બનાવો

-બેન્ક, IIT,ONGC, સાયન્સ ફીલ્ડ, CRPF,ITBP લોકસભા સચિવાલય, જાહેર સેવા આયોગ, BEL, ફોરેસ્ટ્રી રીસર્ચ, કોલફીલ્ડસ વિગેરેમાં રોજગારી ઉપલબ્ધ

રાજકોટ તા. ૧૦ : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયેલ કોરોના (COVID 19) તથા કોરોના સામેની તકેદારીરૂપે સતત લોકડાઉન-અનલોક વિગેરેને કારણે સમાજ તથા આજનું યુવાધન સતત બેચેન દેખાઇ રહ્યા છે. આ બધા પરિબળો વચ્ચે દેશમાં વિવિધ ક્ષેત્રે અલગ-અલગ કેડરમાં હજ્જારો રોજગારી સર્જાઇ રહી છે. હાલમાં ચાલી રહેલ ભરતી પ્રક્રિયાઓ ઉપર એક નજર કરીએ તો...

* બેન્ક ઓફ બરોડા દ્વારા ૧૦/૮/ર૦ર૦ની છેલ્લી અરજી તારીખ સાથે સુપરવાઇઝરની કુલ ૧૬ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

www.bankofbaroda.in/

* ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ભુવનેશ્વર દ્વારા ૪/૯/ર૦ર૦ની છેલ્લી અરજી તારીખ સાથે મેડીકલ ઓફીસરની કુલ ૧૯ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

https://www.iit bbs.a[c.in/

* ધ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફેારેસ્ટ્રી રીસર્ચ એન્ડ એજયુકેશન (ICFRE)

દ્વારા 11-9-2020ની છેલ્લી અરજી તારીખ સાથે એલડીસી વિગેરેની કુલ ર૦ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

http://icfre.gov.in/

* નોર્ધન કોલ્ફીલ્ડસ લિમિટેડ દ્વારા 16-8-2020 ની છેલ્લી અરજી તારીખ સાથે એપ્રેન્ટીસની કુલ 1500 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

http://nclcil.in/

* સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 16-8-2020 ની છેલ્લી અરજી તારીખ સાથે સર્કલ બેઝડ ઓફિસર્સની કુલ 3850 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

https://sbi.co.in

* ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, દિલ્હી દ્વારા 24-8-2020 ની છેલ્લી અરજી તારીખ સાથે કેરટેકર સહિતની અન્ય કુલ  45 જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

https://home.iitd.ac.in/

* ONGC  દ્વારા 17-8-2020 ની છેલ્લી અરજી તારીખ સાથે ટ્રેડ એન્ડ ટેકિનકલ એપ્રેન્ટીસની કુલ 4182

જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

https://www.ongcindid.com/

 * ટાટા મેમોરીયલ સેન્ટર દ્વારા ૧ર-૮-ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે સાયન્ટીફીક આસીસ્ટન્ટ વિગેરેની કુલ ર૬ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

https://tmc.gov.in

 * લોકસભા સચિવાલય દ્વારા ૧૮-૮-ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે પાર્લામેન્ટરી ઇન્ટરપ્રિટર (અનુવાદક)ની કુલ ૧ર જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

https://loksabha.nic.in

 * ભારત ઇલેકટ્રોનિકસ લિમીટેડ (bel) દ્વારા ૧૦-૮-ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે ડીપ્લોમાં એપ્રેન્ટીસની કુલ ૧૦૦ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

https://www.bel-india.in

 * સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ ( crpf) દ્વારા ૩૧-૮-ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે ઇન્સ્પેકટર વિગેરેની કુલ ૭૮૯ જગ્યાઓ ઉપર ભરતી ચાલી રહી છે.

https://crpf.gov.in

 * ધ ઇન્ડો-તિબેટન બોર્ડર પોલિસ દ્વારા કોન્સ્ટેબલ (જનરલ ડયુટી) ની કુલ પ૧ જગ્યાઓ માટેની ભરતી ર૬-૮-ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે ચાલી રહી છે.

https://www.itbpolice.nic.in

 *  આસામ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પ્રોજેકટ મેનેજર વિગેરેની કુલ ૪૯ જગ્યાઓ માટે ૧૭-૮-ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

https://apsc.nic.in

 *  આટઆટલી ભરતીઓ ચાલી રહી છે ત્યારે સોનેરી ભવિષ્ય બનાવવાની ઉતમ તક દેખાઇ રહી છે. યોગ્ય લાયકાત, સચોટ  માર્ગદર્શન, આત્મ વિશ્વાસ, સ્વપ્રયત્ન હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો - મંડી પડો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને બેસ્ટ ઓફ લક.

(કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા, રૂબરૂ, ફોન દ્વારા કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન અને અપડેટસ મળી શકે.)

(4:07 pm IST)