Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

કાલથી માસ્ક ન પહેરો તો રૂ. ૧૦૦૦ દંડ

હાઇકોર્ટના નિર્દેષ મુજબ દંડ બમણો કરવાની મુખ્યમંત્રીની જાહેરાત : કોરોના સામે વધુ કડકાઇ : જન્માષ્ટમીના તહેવારો ઘરમાં જ રહીને ઉજવવા વિજયભાઇની પ્રજાજનોને અપીલ

 ગાંધીનગર, તા. ૧૦ : મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી અ જણાવેલ કે રાજયની વડી અદાલતે આપેલા ચુકાદા નો રાજયમાં આવતી કાલ થી અમલ કરવામાં આવશે. કાલથી જાહેરમાં માસ્ક ન પહેરનારને રૂ. ૧ હજાર દંડ થશે.

તદનુસાર મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ જાહેર કર્યું છે કે રાજયમાં આવતી કાલ એટલેકે ૧૧ ઓગસ્ટ મંગળવાર થી જાહેરમાં માસ્ક ન પહેરનારા વ્યકિતઓ ને ૧૦૦૦ રૂપિયા નો દંડ કરવામાં આવશે.

તેમણે રાજયના સૌ નાગરિકો ને અપિલ કરી છે કે આગામી જન્માષ્ટમી સહિત ના તહેવારોમાં બહાર નીકળીને ભીડ ભાડ ના કરે કેમકે કોરોના સંક્રમણ આવી ભીડભાડ થી વ્યાપક ફેલાય છે ઙ્ગતેથી આવા સંક્રમણ ને અટકાવવા સૌ નાગરિકો દ્યરમાં જ રહી ને તહેવારો માનવે તેવો અનુરોધ પણ મુખ્યમંત્રીશ્રી એ કર્યો ર્છેં.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ રાજયમાં માસ્કનો દંડ માત્ર રૂ. ર૦૦ હતો ગઇ તા. ૧ ઓગસ્ષ્ટથી તે રૂ. પ૦૦ કરેલ હવે તેમાં બમણો વધારો કરીને રૂ. ૧૦૦૦ કર્યો છે. તેનો આવતીકાલથી અમલ થશે. કોરોના સામેની લડત સરકારે વધુ કડક બનનાવી છે.

(2:54 pm IST)