Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

રાજકોટમાં બપોર સુધીમાં ૩૫ કેસઃ કુલ આંક ૧૭૯૧

ગઇકાલે ૩૧ દર્દીઓ સાજા થતા કુલ ડિસ્ચાર્જ ૯૨૯થયાઃ રિકવરી રેટ ૫૧.૮૭ ટકા અને પોઝીટીવીટી રેટ ૧૦.૬૨ ટકા

રાજકોટ,તા. ૧૦: શહેરમાં કોરોનાનાં કેસ ઓછા થવાનું નામ નથી લેતા. ગઇકાલે ૬૦ કેસ નોંધાયા બાદ આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૩૫ પોઝીટીવ કેસ મળી આવતાં તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં વણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યે  બપોર સુધીમાં કુલ ૩૫ પોઝીટીવ કેસ મળતાં નિયમ મુજબની કાર્યવાહીઓ શરૂ કરાઇ હતી.

આ ૩૫ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૭૯૧ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૯૨૯ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થયા છે.

આજ સુધીમાં કુલ ૧૬,૮૫૮ કોરોના ટેસ્ટ થયા છે. જેમાંથી ૧૭૯૧ સંક્રમીત હોવાનું ખુલ્યુ છે.

આમ, કોરોનાને પોઝીટીવીટી રેટ ૧૦.૬૨ ટકા જેટલો છે. જ્યારે ૯૨૯ લોકો સાજા થતાં રિકવરી રેટ ૫૧.૮૭ ટકા જેટલો છે.  નોંધનિય છે કે હવે સાતમ-આઠમના તહેવારોની રજામાં લોકોનું સ્થળાંતર થવાથી કોરોના વધુ વિસ્તરે તેવો ભય પણ સેવાઇ રહ્યો છે. ત્યારે હવે લોકોમાં એક સવાઇ ઉઠી રહ્યા છે કોરોના કયારે ઘટશે ?

(2:56 pm IST)