Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

૨૧ દિવસમાં ચાંદીએ આપ્યુ ૪પ ટકા રિટર્ન

વર્ષના અંતસુધીમાં ચાંદી બનાવી શકે છે નવો રેકોર્ડ

નવી દિલ્હી તા.૧૦ : લોકડાઉન ખુલવા અને ઔદ્યોગિક માંગ વધવાથી ચાંદીની ચમક સોનાથી વધી ગઇ છે. ચાંદીના ભાવે શુક્રવારે ઘરેલું વાયદા બજારમાં ૭૮ હજાર રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગયો હતો. ફકત ર૧ દિવસોમાં ચાંદીએ ૪પ ટકા રિટર્ન આપ્યુ છે. આ વર્ષે જાન્યુઆરીથી સોનાની સામે ચાંદી લગભગ દોઢ ગણુ વધારે રિટર્ન આપી ચુકી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આગામી દિવસોમાં તેની કિંમતોમાં વધુ તેજી જોવા મળી શકે છે. ઘરેલું બજારમાં ચાંદી તેના સર્વકાલિન સ્તર ૭પ હજાર રૂપિયાના સ્તરથી હજુ સાત હજાર રૂપિયા દુર છે.

કોમોડીટી બજારના નિષ્ણાંત અનુસાર સોના અને ચાંદીના ભાવોનો રેશીયો ફરીથી ઘટી રહયો છે. જે એ વાતનો સંકેત છે કે સોના કરતા ચાંદી તરફ લોકોનું વલણ વધ્યુ છે. તો કોરોના સંકટ વચ્ચે લોકડાઉન ખુલવાથી ચાંદીની ઔદ્યોગીક માંગ ઝડપભેર વધી છે. તેનાથી પણ રોકાણકારોનું વલણ ચાંદી તરફ વધ્યુ છે. તેમનું કહેવું છે કે કોરોનાની રસીઆગામી બે ત્રણ મહિનામાં આવી જવાની પુરી શકયતા છે. આમ થશે તો કારખાનાઓમાં ચાંદીની માંગ વધુ વધશે. તેના લીધે ચાંદીમાં હજુ પણ તેજી જોવા મળી શકે છે. એંજલ બ્રોકીંગના ડેપ્યુટી વાઇસ પ્રેસીડેન્ટ અનુજ ગુપ્તા અનુસાર, આ વર્ષના અંત સુધીમાં ચાંદી ૮૦ થી ૮પ હજાર રૂપિયે પાહોંચવાની આશા છે.

 

(11:47 am IST)