Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

IPL-૧૩ના ટાઇટલ સ્પોન્સરશિપ માટે રામદેવજીની પતંજલિ પણ મેદાનમાં

વીવો હટી ગયા બાદ પતંજલિને ગ્લોબલ બ્રાન્ડ બનવું છે

નવી દિલ્હી તા. ૧૦ : ઇન્ડિયન પ્રીમીયર લીગ (IPL)ના ટાઇટલ સ્પોન્સરની દોડમાં વધુ એક કંપનીનું નામ સામે આવ્યું છે અને તે છે પતંજલિ.

ચીની મોબાઇલ કંપની વીવો હટી ગયા બાદ બાબાબ રામદેવની કંપની પતંજલિ પણ આ દોડમાં સામેલ થઇ છે કંપનીએ પુષ્ટી કરી પણ કરી છે.

પતંજલિના પ્રવકતા તિજારાવાલાએ કહ્યું છે કે અમે પતંજલિને ગ્લોબલ બ્રાન્ડ બનાવવા ઇચ્છીએ છીએ અને તેથી અમે સ્પર્ધામાં આવ્યા છીએ. ક્રિકેટ બોર્ડને એક પ્રસ્તાવ પણ મોકલાશે.

જો કે બજારના જાણકારોનું કહેવું છે કે, પતંજલિ એક ગ્લોબલ બ્રાન્ડ નથી જો તે IPL ના ટાઇટલ સ્પોન્સર બને તો તેને ફાયદો જરૂર થશે.

વીવો હટી ગયા બાદ મેદાનમાં જીઓ, એમેઝોન, ટાટા ગ્રુપ, ડ્રીમ ૧૧ અને બાયજુ જેવી કંપનીઓ છે.

વીવો ટાઇટલ સ્પોન્સરશીપ માટે બોર્ડને ૪૪૦ કરોડ ચુકવતુ હતું. જો કે કોવિડ-૧૯ને કારણે સુસ્તી હોવાથી કોઇ વીવો જેટલું ચુકવણુ ન પણ કરે.

IPL-૧૩ ૧૯ સપ્ટેમ્બરથી ૧૦ નવે. વચ્ચે યુએઇમાં યોજાશે.

(11:46 am IST)