Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

હજુ ૪૫ દિવસ સુધી આ રીતે જ કેસ વધતા રહેશે

છેલ્લા ૨૪ કલાકમાં ૭ લાખ કરતા વધુ ટેસ્ટ દેશમાં કરવામાં આવ્યા

નવી દિલ્હી તા. ૧૦ : દૈનિક કોરોના કેસના મમામલે સરકારે કહ્યું કે આગામી ૪૫ દિવસ સુધી આ જ રીતે દૈનિક કેસમાં વધારો જોવા મળી શકે છે. તેનું કારણ છે કે દૈનિક ટેસ્ટિંગમાં ખૂબ જ મોટો વધારો કરવામાં આવ્યો છે. દેશમાં દૈનિક ટેસ્ટિંગને વધારીને પ્રતિદિનના ૭.૨ લાખ સેમ્પલ સુધી પહોંચાડવામાં આવ્યું છે. જેના પરિણામે હાલના દિવસોમાં પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે જે આગામી દોઢ મહિના દિવસ સુધી આ જ રીતે વધતા રહેશે.

દેશમાં છેલ્લા ૨૦ દિવસના કોરોના કેસ ડબલ થવાથી દેશના ટાયર ૨ અને ટાયર ૩ શહેરોમાં મેડિકલ ફેસેલિટીને વધુ ઇમ્પ્રુવ કરવામાં મદદ મળી છે. તેમજ જે રાજયોમાં ખૂબ જ વધારે કેસ છે તેવા મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને કર્ણાટકમાં મેડિકલ ફેસિલિટીઝ ઉપરાંત કન્ટેઇન્મેન્ટ સ્ટ્રેટેજીને વિકસાવવા પર પણ જોર આપવામાં આવી રહ્યું છે. તેમજ ટેસ્ટિંગ ફેસેલિટી પણ વધારવામાં આવી છે જેના કારણે હાલ નવા કેસ આવી રહ્યા છે.

દરરોજ નવા કોરોના કેસનો આંકડો એક નવી હાઈટ મેળવે છે જેમ કે ૬ ઓગસ્ટના રોજ આ આંકડો ૬૨,૪૮૨ જયારે ૭ ઓગસ્ટના રોજ ૬૧,૧૬૩ અને ૮ ઓગસ્ટના રોજ ૬૫,૪૧૦ કેસ સામ આવ્યા છે. આ દર્શાવે છે કે જે સ્ટ્રેટેજી પર કામ કરવામાં આવી રહ્યું છે અને જે ગતીએ ટેસ્ટિંગ વધારવામાં આવી રહ્યું છે તેમાં હવે ફોકસ વિદેશથી પરત આવેલા ભારતીયો પરથી હટાવીને સ્થાનિકો પર વધુ ફોકસ કરવામાં આવી રહ્યું છે. નવા કોરોના કેસની સંખ્યાને તેના ટોચની સ્થિતિમાં પહોંચીને નીચેની તરફ કર્વને થતા હજુ કેટલાક સપ્તાહનો સમય લાગી શકે છે.

રેપિડ એન્ટિજેન ટેસ્ટ કિટ મારફત ખૂબ જ મોટી સંખ્યામાં ટેસ્ટિંગ શરૂ કરીને દેશમાં અત્યાર સુધીમાં ટોટલ ૨.૪ કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ 'શનિવારે દેશમાં એક દિવસમાં રેકોર્ડબ્રેક ૫૩,૮૭૯ દર્દીઓ રિકવર થયા હતા. આ સાથે ટોટલ રિકવર્ડ થયેલા કેસ ૧૪,૮૦,૮૮૪ પહોંચ્યા છે. જે રવિવારના દેશમાં કુલ એકિટવ કોરોના કેસની સંખ્યા ૬,૨૮,૭૪૭ કરતા ડબલથી પણ વધારે છે.'

એકિટવ કેસ અને રિકવર્ડ કેસ વચ્ચેનો તફાવત દર્શાવે છે કે હોસ્પિટલ કે પછી હોમ આઈસોલેશન બંનેમાં સરખામણીએ વધુ રિકવરી જોવા મળી છે. જે રવિવારે ૮,૫૨,૧૩૭ હતી. આ ઉપારંત મૃત્યુદર પણ ૨ ટકાથી નીચે ગયો છે. નિષ્ણાંતોનું માનીએ તો કોવિડ-૧૯ના કર્વ ટેસ્ટિંગ, કન્ટેઇનમેન્ટ સ્ટ્રેટેજીઝ, તેમજ લોકોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ બાબતે જાગરુકતાથી કોરોના કેસને ઓછા કરવામાં મદદ મળી શકે છે.

દેશમાં હાલ બધુ મળીને રિકવર કેસ એકિટવ કોરોના કેસની સરખામણીએ ૨.૪ ગણા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ તમામ મેડિકલ અને સ્ટેટેજિકલ દોરવણી મુજબ દેશમાં કોરોનાથી રિકવર થતા દર્દીઓની સંખ્યામાં સતત વધારા સાથે રવિવારે દેશમાં રિકવરી રેટ ૬૮.૭ ટકા થઈ ગયો છે. સરકારે કહ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૭,૧૯,૩૬૪ કોરોના કેસ સામે આવ્યા છે.

(11:47 am IST)