Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ન્યુયોર્ક કેવી રીતે સૌથી સુરક્ષિત શહેર બન્યુ

ન્યુયોર્કમાં હવે સંક્રમણનો દર ૧ ટકાથી ઓછોઃ ન્યુયોર્કમાં દર ત્રીજા વ્યકિતનું કરાયું ટેસ્ટીંગ

ન્યુયોર્ક તા.૧૦ : દુનિયાનું સૌથી સંક્રમિત રહી ચુકેલ ન્યુયોર્ક અત્યારે અમેરિકાનીસૌથી સુરક્ષીત જગ્યા બની ગયુ છે. અહીં રહેતા ર કરોડ લોકોના સ્વયં શિસ્તથી સંક્રમણ ખતમ થવાના આરે છે.  બુધવારે ૭૦ હજાર ટેસ્ટમાં ફકત ૬૩૬ પોઝીટીવ આવ્યા એટલે કે ૦.૮૭ ટકા નવા કેસ, એટલે કે સંક્રમણ ફેલાવાનો દર એક ટકાથી પણ ઓછો છે. અઠવાડીયમાં કેટલાય દિવસ તો આખા શહેરમાં એક પણ મોત કોરોનાથી ન થયું હોય તેવું પણ બની રહયુ છે.

ગવર્નર એડ્રેયુ કયુઓ કહે છે કે આ જીત શહેરના લોકોની છે, જમેણે પોતાની જીવનશૈલીમાં મોટા ફેરફારો કર્યા છે. આ શહેરે બે મહિના સુધી રોજે રોજ સરેરાશ ૭૦૦ થી વધારે મોત જોયા છે. હોસ્પીટલોની વ્યવસ્થા ભળભળી ગઇ હતી. કબ્રસ્તાનમાં જગ્યા ઓછી પડી હતી.

ન્યુયોર્કના લોકોએ સાઇકલ અને ઇ-સ્કુટરને પોતાનો નવો સાથી બનાવી દીધો છે. મહામારી દરમિયાન ૭ લાખથી વધુ સાઇકલ ટ્રીપ લોકોએ કરી જે ગયા વર્ષ કરતાડબલ છે. એટલું જ નહીં શહેરમાં સાઇકલની અછત થઇ ગઇ છે. કેટલાક લોકોએ બમણી કિંમતી (૪૦૦ ની જગ્યાએ ૮૦૦) ડોલર આપીને સાઇકલ ખરીદી.

ન્યુયોર્ક માસ્ક અને ડીસ્ટન્સીંગને કારણે કલ્ચર બનાવી લીધુ. લોકો કારણ વગર બહાર નથી નીકળતા. સંક્રમિત વ્યકિતના સંપર્કમાં આવનારા ૯ર ટકા લોકોને ટ્રસ કરી તેમના ટેસ્ટ કરાવાય છે. અહીં દર ત્રીજી વ્યકિતનો ટેસ્ટ થઇ ચુકયો છે. હવે ટુંક સમયમાં શાળાઓ ખોલવા અંગે પણ વિચારાઇ રહયુ છે.

હળવા મળવા અથવા નાની પાર્ટી માટે ન્યુયોર્કના લોકોએ હોટલ કે કોઇપણ પાર્ક જવાની જગ્યાએ પોતાના ઘરના બેકયાર્ડને પસંદ કર્યુ. તેઓ એવી કોઇ જગ્યાએ ન ગયા જયાં સોશ્યલ ડીસ્ટ્રીન્સીંગનું પાલન અઘરૃં બનેે. ન્યુયોર્ક ટ્રાન્સપોર્ટ થોડા થોડા કલાકે મેટ્રો - બસોને સેનિટાઇઝ કરે છે. ટીકીટ માટે લાઇનો ન લાગે એટલા માટે બધા લોકો માટે પ્રવાસ મફત કરી દેવામાં આવ્યો છે. જો કે સંક્રમણના ભયથી લોકએ મેટ્રો અથવા સીટી બસોમાં મુસાફરી બહુ ઓછી કરી દીધી છે.

શહેરમાં આવનાર દરેક વ્યકિતનું ટેસ્ટીંગ કરવામાં આવે છે. ૧૪ દિવસને કવોરન્ટાઇન ફરજીયાત છે. બસ, ટેકસી, એરપોર્ટ દરેક જગ્યાએ ટેસ્ટીંગની સુવિધા છે. કવોરન્ટાઇનનો નિયમ તોડવા પર ૭.પ લાખ રૂપિયાનો દંડ લગાવાય છે.

 

(11:11 am IST)