Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

મુંબઇમાં ૧૦૦૦ કરોડનું હેરોઇન ઝડપાયુ

DRI - કસ્ટમનું સફળ ઓપરેશન : આયુર્વેદિક દવાના બ્હાના હેઠળ ડ્રગ્સને ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળઃ ૧૯૧ કિલો હેરોઇન પ્લાસ્ટીકના પાઇપમાં છુપાવી ઉપર વાંસનું પેઇન્ટીંગ કરી લવાયુ હતું : રની ધરપકડ

મુંબઇ તા. ૧૦ : મુંબઇમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે જેની વિશ્વ બજારમાં કિંમત ૧૦૦૦ કરોડ રૂપિયા છે. કુલ ૧૯૧ કિલો જથ્થો પકડાયો છે.

નવી મુંબઇ સ્થિત નવા સેવા પોર્ટ પર પકડાયેલ હેરોઇનનો આ જથ્થો અફઘાનિસ્તાનથી પાકિસ્તાન થઇ દરિયા માર્ગે મુંબઇ પોર્ટ આવ્યો હતો. ડીઆરઆઇ અને કસ્ટમે સંયુકત રીતે આ ઓપરેશન પાર પાડયું હતું.

મળતા અહેવાલો મુજબ તસ્કરોએ ડ્રગ્સને પ્લાસ્ટીકના પાઇપમાં છુપાવી રાખ્યું હતું. આ પાઇપ પર એ પ્રકારે પેઇન્ટ થયું હતું કે તે વાંસના ટુકડા દેખાય. તસ્કરોએ તેને આયુર્વેદિક દવા ગણાવી હતી. આ મામલામાં કુલ બે વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે બંનેને ૧૪ દિવસની રિમાન્ડ પર લેવાયા છે. આ ડ્રગ્સ અનેક કન્ટેનરમાં છુપાવીને લવાયું હતું. કન્ટેનરના માલિકોની પણ પૂછપરછ થઇ રહી છે.

થોડા સમય પહેલા ગુજરાતના કાંઠેથી પણ ૫૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. અને ૮ વ્યકિતની ટોળીને ઝડપી લેવાઇ હતી.

(11:10 am IST)