Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

અંતે રાહુલ ગાંધી ન માનતા, શ્રીમતી સોનિયા ગાંધીને બનાવાયા રાષ્ટ્રીય કોંગ્રેસના નવા કાર્યકારી અધ્યક્ષ : દિલ્હી ખાતે મળેલી AICC ની બેઠકમાં મોડી રાત્રે લેવાયો નિર્ણય : ગુલામ નબી આઝાદે કરી મીડિયા સમક્ષ ઘોષણા : નવા અધ્યક્ષની ચૂંટણી ન થાય ત્યાં સુધી સોનિયાજી સાંભળશે અધ્યક્ષ પદ

નવી દિલ્હી : છેલ્લા ઘણા દિવસોથી અટકળો ચાલી રહી હતી કે રાષ્ટ્રીય કોંગ્રેસના નવા અધ્યક્ષ કોણ બનશે. આજે મોદી રાત્રે આ અટકળોનો અંત આવ્યો છે. ઐસીસીની મળેલી બેઠકમાં આખરે શ્રીમતી સોનિયા ગાંધીને રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો ફેંસલોઃ લીધો છે. છેલ્લી ઘડી સુધી રાહુલ ગાંધીએ પોતાના વલણ પર મક્કમ રહેતા, અંતે સોનિયાજીને કાર્યકારી અધ્યક્ષ બનાવવાનું CWC ની મિટિંગમાં જાહેર કરાયો છે.

યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સુત્રો અનુસાર 5 ઝોનના આધાર પર લેવાયેલા મંતવ્યમાં સોનિયા ગાંધીનું નામ વચગાળાના અધ્યક્ષ તરીકે સામે આવ્યું હતું. પહેલા તો તેમણે સ્વિકારી લીધું. જો કે નેતાઓનાં કહ્યા બાદ તેમણે વચગાળાનાં કોંગ્રેસ અધ્યક્ષ બનવા માટે હા પાડી દીધી હતી. જો કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, સોનિયા ગાંધી કોંગ્રેસનાં નવા અધ્યક્ષ છે. 

લોકસભા ચૂંટણી બાદથી જ આશરે અઢી મહિના સુધી અધ્યક્ષ રહ્યા વગર કોંગ્રેસને આખરે ગાંધી પરિવારમાંથી જ નવા અધ્યક્ષ મળી ચુક્યા છે. કોંગ્રેસ કાર્યસમિતીએ સોનિયા ગાંધીને નવા કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ તરીકે ચૂંટ્યા છે. નિયમિત અધ્યક્ષની ચૂંટણી સુધીમાં તેઓ પાર્ટીની કમાન સંભાળશે. બેઠક બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું કે, સોનિયા ગાંધીની પાર્ટીના નવા વચગાળના અધ્યક્ષ બન્યા હતા. 

શનિવારે બીજી વખત 8 વાગ્યે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને એકે એન્ટેની સહિત અનેક મોટા નેતાઓ હાજર રહ્યા. જો કે આ બેઠકમાં રાહુલ ગાંધીની રાહ જોતા રહ્યા. ઘણુ કહ્યા બાદ રાહુલ ગાંધી બેઠકમાં પહોંચ્યા હતા. 
કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પાર્ટી મુખ્યમથક ખાતે પુર્ણ થઇ ચુકી છે. આ બેઠકમાં નવા પાર્ટી ચીફ પર કોઇ નિર્ણય લેવાયો નથી. આ બેઠકમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને એકે એન્ટની સહિત અનેક મોટા નેતાઓ હાજર રહ્યા. જો કે તમામ બેઠકમાં રાહુલ ગાંધીની રાહ જોઇ રહ્યા છે. ઘણુ કહ્યા બાદ રાહુલ ગાંધી બેઠકમાં પહોંચ્યા.

આ અગાઉ સવારે થયેલી CWC ની બેઠકમાં નેતાઓનાં પાંચ સમુહ બનાવાયા હતા. જેમણે સમગ્ર દેશનાં નેતાઓના મંતવ્ય જાણ્યા હતા. આ પાંચેય સમુહોએ પોતાનાં મંતવ્યો આપી દીધા હતા. જો કે હજી સુધી આ અંગે કોઇ જ નિર્ણય લઇ શકાયો નથી. કેટલાક નેતાઓ રાહુલ ગાંધી અધ્યક્ષ રહે તેવું ઇચ્છે છે જ્યારે કેટલાક નેતાઓ પ્રિયંકા ગાંધીને અધ્યક્ષ બનાવવા ઇચ્છે છે. 

રાહુલ ગાંધીના રાજીનામા બાદથી કોંગ્રેસનાં અધ્યક્ષનું પદ ખાલી છે. હવે કોંગ્રેસનાં નવા અધ્યક્ષની પસંદગી માટે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ની બેઠક માટે કોંગ્રેસ હેડક્વાટરમાં નેતાઓને પહોંચવાનું ચાલુ થઇ ચુક્યું છે. બીજી તરફ સવારે યોજાયેલી સીડબલ્યુસીની બેઠકમાં નેતાઓનાં પાંચ જુથ બનાવવામાં આવ્યા હતા, જેમણે સમગ્ર દેશનાં નેતાઓના મંતવ્યો જાણ્યા હતા. હવે આ પાંચેય સમુહોના રિપોર્ટ CWC માં રજુ કરવામાં આવશે. ત્યાર બાદ નવા અધ્યક્ષની નિમણુંક થશે. 

રાહુલ ગાંધીના રાજીનામા બાદથી કોંગ્રેસ અધ્યક્ષનું પદ ખાલી છે. હવે કોંગ્રેસના નવા અધ્યક્ષની પસંદગી માટે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ની બેઠક માટે પાર્ટી મુખ્યમથક ખાતે નેતાઓ પહોંચવાના ચાલુ થઇ ચુક્યા છે. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને એકે એન્ટનીનો સમાવેશ થાય છે. સવારે યોજાયેલી CWC ની બેઠકમાં નેતાઓનાં પાચ સમુહ બનાવાયા હતા, જેણે સમગ્ર દેશનાં મંતવ્યો માનીને જાણ્યું છે. હવે આ પાંચ ગ્રુપના રિપોર્ટના આધેર સમગ્ર પ્રક્રિયા હાથ ધરાશે. 

(12:32 am IST)