Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

કલમ ૩૭૦ અંગે એનસી દ્વારા સુપ્રીમમાં રજુઆત

નિર્ણય પર પ્રતિબંધ મુકવાની માંગણી

નવી દિલ્હી,તા.૧૦ : કલમ ૩૭૦ને નાબુદ કરવાને લઈને હવે નેશનલ કોન્ફરન્સ પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ છે અને તર્કદાર દલીલો કરવામાં આવી છે. હાલમાં જ કલમ ૩૭૦ને લઈને આદેશને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી અરજી પર વહેલી સુનાવણીનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો હતો. હવે એનસી દ્વારા સુપ્રીમમાં અરજી કરવામાં આવી છે.

            કાશ્મીરી ભાગલાવાદી અબ્દુલ ગની લોનના દીકરા અકબર લોન અને હસનૈન મસૂદીએ અરજીમાં કોર્ટને અપીલ કરી છે કે, જમ્મુ-કાશ્મીરને બે હિસ્સામાં વહેચવાનું ગેરબંધારણીય અને બિનલોકતાંત્રિક છે. તેથી તેની પ્રક્રિયા પર તુરંત પ્રતિબંધ લગાવવો જોઈએ.

(7:23 pm IST)