Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

પૂરની સ્થિતિ સર્જાતા ૬૦૦નું સ્થળાંતરઃ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ-મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની દ્વારા કાર્યવાહી

રાજકોટઃ. શહેરમાં પૂરની સ્થિતિ સર્જાતા શહેરના ૭ નિચાણવાળા વિસ્તારોમાંથી ૬૦૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયુ હતું. તસ્વીરમાં આજી નદી કાંઠે જંગલેશ્વરમાં ખુદ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા મ્યુ. કમિશ્નર બંછાનીધિ પાનીએ જઈને લોકોનું સ્થળાંતર કરાવેલ તે નજરે પડે છે. મ્યુ. કમિશ્નરશ્રીના જણાવ્યા મુજબ બપોરે ૧ વાગ્યા સુધીમાં (૧) સ્કૂલ નં. ૪૭, લક્ષ્મીનગરમાં ૨૨ લોકોનું, (૨) આંગણવાડી (વિનાયક)માં ૧૬ લોકોનું, (૩) સ્કૂલ નં. ૭૦માં ૪૦ લોકોનું, (૪) રાંદરડા વિસ્તારમાં ૫૦ લોકોનું, (૫) જંગલેશ્વર વિસ્તારમાંથી ૨૦૦ લોકોનું (૬) લલુડી વોંકળી, લુહારવાડીમાં ૪૦૦ લોકોનું, (૭) મિંયાણાવાસ (પોપટપરા)માં ૨૦૦ લોકોનું મળી કુલ ૬૦૦ નાગરિકોનું સ્થળાંતર કરાયેલ (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:56 pm IST)