Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

મેકિસકોમાં ગેંગવોર : ૧૯ મૃતદેહ લટકતા મળ્યા

૭ના મૃતદેહો હાથ બાંધેલા વિકૃત હાલતમાં મળ્યા : ડ્રગ માફીયાઓ વચ્ચે મોટુ યુદ્ધ ખેલાયુ

મેકિસકો : મેકિસકોમાં એકવાર ફરી ગેંગવાર દૌર શરૂ થઇ ગયો છે. પોલીસને અંહી એક પુલ પરથી ૧૯ મૃતદેહ લટકતી હાલતમાં મળ્યા છે. જેમાથી ૭ લોકોના મૃતદેહ રસ્તા પર વિકૃત હાલતમાં પડ્યા હતા. જેમાથી કેટલાકના હાથ બાંધેલા હતા. મૃતદેહની પાસેથી બેનર પણ મળ્યા છે. જેમા લખેલું દેશભકિત બનો.

પોલીસે કુલ ૧૯ મૃતદેહ ગુરુવારે મળ્યા છે. પુલથી લટકતા મૃતદેહો પાસે બેનરમાં ડ્રગ માફિયાને હરીફોને ધમકી આપી છે. પશ્યિમી રાજય મિચોઆકાનના ફરિયાદી લોકોને મારી નાખવાની જાણકારી આપી છે. તેને માદક પદાર્થનો ધંધો કરનારી ગેંગ્સ દ્વારા કરવામાં આવ્યો હોય તેમ માનવામાં આવી રહ્યું છે. જે મેકિસકોમાં વર્ષ ૨૦૦૬-૨૦૧૨ની વચ્ચે ટોચ પર હતા. તે દરમિયાન પ્રશાસનમાં અને હરીફો ટોળકીને સદેશ આપવા માટે લોકોની હત્યા કરી મૃતદેહને રસ્તા પર ફેંકી દેવામાં આવતા હતા.

મિચોઆકાનના અર્ટાની જનરલ એડ્રિયન લોપેજ સોલિજે કહ્યું કે, પુલથી મળેલા બે મૃતદેહ અર્ધનગ્ન અવસ્થામાં હતા અને તેમના ગળામાં ફાંસો હતો. એક વિકૃત મૃતદેબહ મહિલાનો હતો.

પીડિત ઉરુપાન શહેરના છે. જેને ગોળી મારવામાં આવી છે. કેટલાક મૃતદેહના હાથ બાંધેલા હતા. મૃતદેહ પાસે બેનર સ્પષ્ટ નથી. પરંતુ આ કુખ્યાત ગેગં જલિસ્કોને સૂચવે છે. બેનરમાં લખ્યું છે કે દેશભકત બનો, વિયાગ્રાને ખતમ કરો.

(3:23 pm IST)