Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

હવે ઈ-ટેટૂ હૃદય રોગો થતા બચાવશે:વૈજ્ઞાનિકોનો દાવો

ફિટનેસ ટ્રેકર કરતાં સારું:હાર્ટ બીટની જાણકારી મોબાઇલ પર મળશે: પાતળાં અને ખેંચાણવાળાં સેન્સરનો ઉપયોગ

 

નવી દિલ્હી : હવે -ટેટૂ હૃદય રોગો થતા બચાવશે હૃદયની પ્રવૃત્તિઓની દેખરેખ રાખવા માટે વૈજ્ઞાનિકોએ -ટેટૂ વિકસાવ્યું છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે ફિટનેસ ટ્રેકર કરતાં વધુ સારી રીતે કાર્ય કરે છે. ડિવાઇસ ટેક્સાસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તે ECG (ઇલેક્ટ્રો કાર્ડિયો ગ્રામ) અને SCG (સિઝમો કાર્ડિયોગ્રાફી) દ્વારા હૃદય સંબંધિત માહિતી યુઝર સુધી પહોંચાડે છે.

  સંશોધકના જણાવ્યા અનુસાર, -ટેટૂમાં ખૂબ પાતળા અને સરળતાથી ખેંચાઈ શકે એના સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બજારમાં ઉપલબ્ધ ફિટનેસ ટ્રેકર કરતા વધુ સારું છે. કારણ કે તેમાં ફિલામેન્ટ્રી સર્પેન્ટાઇન પોલીવિનાઇલ ફ્લોરાઇડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને બહુ હળવું બનાવે છે. કારણોસર, તેને લાંબા સમય સુધી પહેરી શકાય છે.
  
-ટેટૂ એક જાળ જેવું દેખાય છે. તેની લંબાઈ 38.1mm અને પહોળાઈ 63.5mm છે. ઉપયોગ કરવા માટે -ટેટૂને છાતી પર ચોંટાડી દેવામાં આવે છે. સ્માર્ટફોન સાથે જોડાયેલું રહે છે. હાર્ટ બીટ સામાન્ય છે કે અસામાન્ય જાણકારી તે ફોનમાં મોકલીને હૃદયને રોગોથી સુરક્ષિત કરે છે. સંશોધકો તેને વાયરલેસ રીતે ચાર્જ કરવાની ટેક્નિક પર કામ કરી રહ્યા છે. ઉપરાંત, ડિવાઇસનો ડેટા સ્ટોર કરવાની પ્રક્રિયામાં પણ સુધારો કરવામાં આવી રહ્યો છે.

   પ્રોફેસર નેન્શુ લુના જણાવ્યા અનુસાર, હૃદય રોગ શોધવા માટે ફક્ત ECG પૂરતું નથી. તેથી, -ટેટૂમાં SCGનું ફીચર પણ આપવામાં આવ્યું છે. હાલ, SCG ફીચરવાળું ફિટનેસ ટ્રેકર ઉપલબ્ધ છે. પરંતુ વજનમાં ભારે હોવાના કારણે લાંબા સમય સુધી તેનો ઉપયોગ નહીં કરી શકાય.
  
-ટેટૂમાં 3D ડિજિટલ ઇમેજ માટે કો-રિલેશન ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટેક્નિકની મદદથી જાણવા મળે છે કે છાતીના કયા ભાગમાં વાઇબ્રેશન થઈ રહ્યું છે, જ્યાં -ટેટૂ લગાવામાં આવે તો વધુ સારું પરિણામ મળશે.

(12:00 am IST)