Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

આધારકાર્ડથી પ્રાયવસી માટે સમસ્યાની વાત ખોટી :સરકારી લાભ ઉઠાવતા નકલી લોકોની થઇ શકશે ઓળખ :બિલ ગેટ્સ

આધારની કલ્પના સરકારી સબસિડીમાં થનાર લીકેજને રોકવા માટે કરવામાં આવી હતી

 

માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ આધાર કાર્ડના મોટા સમર્થકોમાંથી એક છે.તેઓએ આધારકાર્ડની ઉપયોગીતા જણાવતા કહ્યું હતું કે આનાથી સરકારી યોજનાનો લાભ ઉઠાવનાર નકલી લોકોની ઓળખ થઈ શકે છે.

  દેશમાં આધાર કાર્ડના મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં છે. ત્યારે ગેટ્સનું નિવેદન સરકાર માટે રાહતભર્યું બની શકે છે. સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક બેન્ચે ચાર મહિના સતત સુનાવણી પછી ચાર મે ના રોજ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સરકારે બેન્ક ખાતા, પાન કાર્ડ,મોબાઈલ,પાસપોર્ટ, રાશન સહિત ઘણા સરકારી કામોમાં આધારને ફરજિયાત કરી દીધું હતું. તેને લઈને મામલો કોર્ટમાં ગયો હતો.

  બિલ ગેટ્સને પુછવામાં આવ્યું હતું કે ડેટાને લઈને ભારત અને દુનિયામાં ચર્ચા ચાલી રહી છે. તમે આધારના પક્ષમાં છો. શું દરેક નાગરિકની બધી સેવા માટે તેને ફરજિયાત કરવું જોઈએ. કારણ કે આધારની કલ્પના સરકારી સબસિડીમાં થનાર લીકેજને રોકવા માટે કરવામાં આવી હતી.

 આ મામલે સવાલ ઉઠે છે મામલો હવે કોર્ટમાં છે તો શું આધારને બધી સેવાઓ સાથે જોડવું યોગ્ય છે? આ સવાલ પર તેમણે કહ્યું હતું કે આધાર એક એવી ચીજ છે જે કોઈને નકલ કરવાથી રોકે છે જેમ કે સરકારી યોજનામાં નકલી લોકો હોઈ શકે છે. આધાર આવા લોકોને રોકે છે.

  બિલ ગેટ્સે કહ્યું હતું કે આ (આધાર) તમને એ ચીજોને ભેગી કરવાથી રોકે છે જે તમારે કરવી જોઈએ નહીં. આધાર મુળ રૂપથી ઓળખાણ માટે છે. જો કોઈને લાગે કે આધાર પ્રાઇવેસી માટે સમસ્યા છે તો આ વાત ખોટી છે. પ્રાઇવેસીનો મુદ્દો એપ્લિકેશન વિશે છે. જો તમે ટેક્સ ભરવા અને પોતાના લાભ લેવા આધારનો ઉપયોગ કરો છો તો તે જાણકારી સુધી કોની પહોંચ છે. વિચાર એ છે કે તમારી પાસે એક ઓળખાણ છે. તે ફક્ત દાર્શનિક વસ્તુઓમાં છે. આ 12 આંકડાનો નંબર છે.
   આ પહેલા નવેમ્બર 2016માં નીતિ આયોગના એક કાર્યક્રમમાં ગેટ્સે કહ્યું હતું કે આધાર જેવી સુવિધા કોઈપણ સરકારે શરૂ કરી નથી. અમીર દેશોમાં પણ આમ બન્યું નથી.

(12:05 am IST)