Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં છૂટાછેડા લીધેલી અથવા વિધવા હિન્દુ બીજા લગ્ન કરી શકશે :વિધાનસભામાં ઐતિહાસિક વિધેયક પાસ

કરાંચી : પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં છુટાછેડા લીધેલી અથવા વિધવા હિંદૂ મહિલાઓની પ્રાંતીય વિધાનસભા દ્વારા કરવામાં આવેલા એક ઐતિહાસિક સંશોધન હેઠળ ફરીથી લગ્ન કરવાની પરવાનગી આપવામાં આવી છે. મીડિયાનાં એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે

 અગાઉ છુટાછેડા અથવા વિધવા હિંદૂ મહિલાઓને બીજા લગ્નની પરવાનગી નહોતી. ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનના સમાચાર અનુસાર સિંધ હિંદૂ વિવાહ (સંશોધન)વિધેયક 2018 ન માત્ર પતિ-પત્નીને અલગ થવાનો અધિકાર આપે છે પરંતુ પત્ની અને બાળકોને આર્થિક સુરક્ષા પણ સુનિશ્ચિત કરાવે છે. 

  પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા નંદ કુમારે આ વિધેયકને રજુ કરી હતી અને માર્ચમાં તેને વિધાનસભામાં પસાર કરાયું હતું. કાયદા અનુસાર હિંદુ વિવાહ, પછી તે કાયદો લાગુ થયા બાદ હોય કે પછી બંન્ને પક્ષ કોર્ટમાં અરજી દાખલ કરીને ન્યાયીક અલગાવનો આદેશ આપવા માટે અપીલ કરી છે

   કાયદા અનુસાર,હિંદુ વિવાહ,પછી તે કાયદો લાગુ થતા પહેલા થયો હોય કે ત્યાર બાદ બંન્ને પક્ષ કોર્ટમાં અરજી દાખલ કરીને ન્યાયીક અલગાવનો આદેશ આપવાની અપીલ કરી શકે છે. 

(10:39 pm IST)