News of Friday, 10th August 2018

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ USA દલાસ ટેકસાસના ઉપક્રમે આવતીકાલ ૧૧ ઓગ.થી ૧૯ ઓગ.૨૦૧૮ દરમિયાન ‘‘મૂર્તિ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવઃ પોથીયાત્રા, સત્‍સંગીજીવન કથા, વ્‍યાખ્‍યાનમાળા, મહાવિષ્‍ણુ યાગ હેલ્‍થ કેમ્‍પ,સાંસ્‍કૃતિક કાર્યક્રમો તથા અન્‍નકૂટ દર્શન ઉપરાંત સંતો સાથે રાસ રમવાનો લહાવો

 

 

(ફોટો.murti-3,1,2)પ્રિન્‍ટ મુજબ હેડીંગ મેટર

 

દલાસઃ શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ USA દલાસ ટેકસાસના ઉપક્રમે આગામી આવતીકાલ ૧૧ થી ૧૯ ઓગ.૨૦૧૮ દરમિયાન મૂર્તિ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું આયોજન કરાયું છે.

આ મહોત્‍સવ અંતર્ગત ભગવાન શ્રી ઘનશ્‍યામ મહારાજ, શ્રી રાધાકૃષ્‍ણ દેવ, શ્રી સીતારામજી, શ્રી શિવપાર્વતી, શ્રી વેંકટેશ્વર બાલાજી, શ્રી ગણેશજી, તથા શ્રી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્‍ઠા કરાશે.

મહોત્‍સવ અંતર્ગત ગુરૂવર્યશ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામી, સહિતના બ્રહ્મનિષ્‍ઠ સંતોના દર્શન તથા સત્‍સંગનો લાભ મળશે. ૧૧ થી ૧૯ ઓગસ્‍ટ દરમિયાન ૧૧ ઓગ.ના  રોજ પોથીયાત્રા સવારે ૮-૩૦ થી ૯-૩૦ દરમિયાન નીકળશે. બાદમાં ૯-૩૦ થી ૧૧ વાગ્‍યા દરમિયાન સત્‍સંગીજીવન તથા પ્રારંભ થશે. સવારે ૯ થી ૧ વાગ્‍યા દરમિયાન હેલ્‍થ કેમ્‍પ, બપોરે ૪ થી ૬ વાગ્‍યા સુધી સત્‍સંગજીવન કથા મહાત્‍મ્‍ય તથા સાંજે ૬ થી ૭ વાગ્‍યા દરમિયાન મેયર દ્વારા ઉદઘાટન વિધિ બાદ રાત્રે ૮-૩૦ થી ૯-૩૦ દરમિયાન સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાશે. બાદમાં ૧૨ ઓગ.થી ૧૯ ઓગ. દરમિયાન સત્‍સંગજીવન કથા, વ્‍યાખ્‍યાનમાળા, અંતાક્ષરી, સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાશે. ૧૪ ઓગ.ના રોજ કળશ પૂજન થશે તથા વચનામૃત કિવઝ યોજાશે. ૧૫ ઓગ.ના રોજ ધ્‍વજ સ્‍થાપન થશે તથા સત્‍સંગ હાસ્‍યરસ યોજાશે. ૧૬ ઓગ.ના રોજ મહાવિષ્‍ણુ યાગ પ્રારંભ થશે. ૧૭ ઓગ.ના રોજ સંતોના આશિર્વાદ, મહિલા પાંખ યોજાશે. તથા વચનામૃતની ૨૦૦મી વર્ષગાંઠ ઉજવાશે. તેમજ ભવ્‍ય શોભાયાત્રા નીકળશે.

૧૮ ઓગ.ના રોજ ૧૦૦૮ સમૂહ મહાપૂજા, બ્‍લડ ડોનેશન કેમ્‍પ, આશિર્વાદ સભા તથા સંતો સાથે રાસ રમવાનો લહાવો. તથા ૧૯ ઓગ.ના રોજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્‍ઠા વિધિ થશે. પ્રતિષ્‍ઠા સભા યોજાશે. તથા મહા અન્‍નકૂટ દર્શન થશે. બાદમાં મહોત્‍સવ પૂર્ણાહુતિ સાથે દિવ્‍ય મહાવિરાજન થશે.

સત્‍સંગ જીવનકથા પારાયણ પૂરાણી શ્રી કૃષ્‍ણપ્રિયદાસજી સ્‍વામી વાંચી સભળાવશે. વિશેષ માહિતી માટે શ્રી ધીરૂભાઇ બાબરીયા (૯૭૨)૩૪૨-૧૭૦૦, શ્રી પોપટભાઇ રાદડિયા (૮૪૭)૮૦૦-૭૮૦૦, શ્રી મનુભાઇ પટોલિયા (૭૦૨)૩૩૭-૫૩૫૬, શ્રી ચતુરભાઇ બાબરીઆ, (૪૮૦) ૪૪૪-૯૪૦૦, શ્રી ચતુરભાઇ વઘાસિયા (૨૦૧)૭૭૬-૫૪૦૦, શ્રી ઘનશ્‍યામભાઇ ઢોલરીઆ (૬૭૮)૫૨૩-૩૭૩૭, તથા રહેણાંક વ્‍યવસ્‍થા માટે શ્રી બાબુભાઇ બાબરિઆનો (૬૦૯)૫૨૯-૬૫૬૭ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

મહોત્‍સવનું સ્‍થળ ૬૨૧ પાર્ક વિસ્‍ટા રોડ પ્‍લાનો ટેકસાસ છે વિશેષ માહિતિ (૯૭૨)૭૨૯-૯૯૪૧ દ્વારા અથવા mahotsav@gurakulas દ્વારા મેળવી શકાશે. તેમ ગુરૂકૂળની યાદીમાં જણાવાયું છે.

(10:09 pm IST)
  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST

  • ગાંધીનગર: રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સને નારી અને બાળ સંરક્ષણ ગૃહોમાં CMO દ્વારા સઘન તપાસના આદેશ:બાળ તેમજ નારી સંરક્ષણ ગૃહમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા બાબતે સમીક્ષા કરી રિપોર્ટ કરવાની સૂચના :મુઝફ્ફરનગર યૌન શોષણ કેસને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારના આદેશ access_time 9:03 pm IST

  • બ્રિટિશ ઍરલાયન્સ પર ભડક્યા ઋષિકપુર ; ફેન્સને કહ્યું આઍરલાયન્સમાં ક્યારેય યાત્રા ના કરો : તેને બ્રિટિશ ઍરલાયન્સને રંગભેદી પણ ગણાવ્યું: બર્લિનમાં બાળકોની ઘટના સાંભળીને આઘાત લાગ્યો : મારી સાથે એકવાર નહીં બે વાર અભદ્ર વ્યવહાર થયો access_time 1:04 am IST