Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

હૈદરાબાદ:ઉસ્માનિયા યુનિવર્સીટીનો રાહુલ ગાંધીના કાર્યક્રમને મંજૂરી આપવા ઇન્કાર

છાત્ર સંગઠન દ્વારા 14મીએ રાહુલ ગાંધી સાથે વિદ્યાર્થીઓનો સંવાદ કકાર્યક્રમ આયોજિત કરાયો હતો

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને હૈદરાબાદ સ્થિત ઉસ્માનિયા યુનિવર્સીટીએ પોતાના છાત્રો સાથે રૂબરૂ થવા દેવા ઇન્કાર કર્યો છે,યુનિવર્સીટી પ્રસાશને લખેલ પત્ર મુજબ છાત્ર સંગઠનએ આ બાબતે અરજી આપી હતી,સાથે પત્રમાં મંજૂરી નહીં આપવા પાછળ રાહુલ ગાંધીની સુરક્ષા વ્યવસ્થાને કારણ ગણાવ્યું છે

   અત્રે ઉલેલેખનીય છે કે 14 ઓગસ્ટે હીંદરબાદની ઉસ્માનિયા યુનિવર્સીટીમાં છાત્રોને મળવા રાહુલ ગાંધી આવી રહ્યાં હતા નક્કી થયેલ કાર્યક્રમ મુજબ કોંગ્રેસ અધ્યક્ષે યુનિવર્સીટી આર્ટસ કોલેજ ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરવાના હતા જોકે સત્તારૂઢ ટીઆરએસ સરકારના ઈશારે ઉસ્માનિયા યુનિવર્સીટી પ્રસાશન દ્વારા કાયદો-વ્યવસ્થા અને અભ્યાસમાં વ્યવનો હવાલો આપીને કાર્યક્રમની મંજૂરી આપી નથી,

   જયારે 24મી ઓગસ્ટે બ્રિટનની લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં સંબોધિત કરવાનો કાર્યક્રમ રાખ્યો છે જયારે સાઉથ એશિયા સેન્ટરની નિર્દેશક અને ઍંથ્રોપોલોજી વિભાગની નિર્દેશક મુકુલિકા બેનર્જી સાથે સંવાદમાં મોજુદ રહેશે આ આયોજન લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સનો આંતરિક કાર્યક્રમ છે એટલા માટે તેમાં બહારના લોકો સામેલ થઇ શકશે નહીં

(9:55 pm IST)