Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

નવી દિલ્હીની સરકારી સ્કૂલમાં બીજા ધોરણની બાળા ઉપર ઇલેક્ટ્રીશ્યન રામ આસરે દુષ્‍કર્મ આચર્યુઃ ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હીમાં એક સરકારી સ્કૂલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી દુષ્કર્મનો ભોગ બની છે. ઘટનાના પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાળકી પર કુકર્મ આચરનાર બીજુ કોઈ નહી પણ સ્કૂલનો ઈલેક્ટ્રીશ્યન છે. આરોપી ઇલેક્ટ્રિશિયન બાળકીનું મોં દબાવીને તેને વોટર પંપ પાસે લઈ ગયો અને ત્યાં કુકર્મ આચર્યુ હતું. જો કે, હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

ઘટનાની જાણ ત્યારે થઇ જ્યારે બાળકીના પ્રાઇવેટ પાર્ટથી બ્લડિંગ થયું. પોલીસે જણાવ્યું કે, સ્કૂલની રજા થયા બાદ આરોપી બાળકીને સ્કૂલના પંપ હાઉસની અંદર લઇ ગયો જ્યાં તેમણે માસૂમ બાળકીને પીંખી નાખી.
જ્યારે બાળકી ઘરે પહોંચી ત્યારે તેણે કોઇને કહ્યું નહીં, પરંતુ રાત્રે તેને બ્લડિંગ થવા લાગ્યું. તેની તબિયત ખરાબ થઇ તો તેને હોસ્પિટલ લઇ ગયા. ડોક્ટરે બાળકી સાથે રેપ થયાની વાત કહી. જેની જાણકારી તાત્કાલિક પોલીસને આપવામાં આવી હતી.
બાળકીએ જણાવ્યું કે, લાલ શર્ટ પહેરેલા એક અંકલ તેને પોતાની સાથે લઇ ગયા હતા. જ્યાં પોલીસે સ્કૂલ સંચાલક સાથે વાત કરી અને પછી તપાસ કરી તો ઇલેક્ટ્રિશિયન રામ આસરેએ રેપ કર્યાની વાત સામે આવી. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

(5:35 pm IST)
  • મધ્યપ્રદેશમાં તમામ મદ્રેસામાં 15મી ઓગસ્ટે ત્રિરંગો લહેરાવવા અને ત્રિરંગા યાત્રા કાઢવા આદેશ : મદ્રેસા બોર્ડના અધ્યક્ષ સૈય્યદ ઇમાદુદીનના આદેશથી વિવાદ છેડાયો : પોતાના આદેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા અને તે તમામની તસ્વીર ઇમેલમાં મોકલાવવા પણ કહ્યું : કોંગ્રેસે કર્યો વિરોધ access_time 1:18 am IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને તમામ વીર સપૂતોને યાદ કર્યા :અંગ્રેજોને ભારત છોડવા પર મજબુર કરતા આંદોલનના સુર 76 વર્ષ પહેલા આજના દિવસે છેડાયા હતા. આ ઐતહાસિક દિવસે પીએમ મોદીએ પણ ટ્વીટ કરી access_time 1:12 am IST

  • SBIની ખોટ રૂ. ૪૮૭૬ કરોડ થઇ : ર૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર (એપ્રિલથી જુન): એનપીએ ઘટયું access_time 3:50 pm IST