Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

રાજ્યસભામાં રાફેલ ડીલ મામલો ઉઠાવાયો : ચર્ચાની માંગણી ઉપ સભાપતિએ ફગાવી

કોંગ્રેસના આનંદ શર્માએ જોઈન્ટ પાર્લામેન્ટરી બનાવવા અને ગુલામનબી આઝાદે પૂર્ણ ચર્ચાની માંગ ઉઠાવી

નવી દિલ્હી :ચોમાસુ સત્રના આખરી દિવસે રાજ્યસભામાં રફાલ ડીલનો મામલો ઉઠાવાયો હતો ગૃહમાં કોંગ્રેસના ઉપનેતા આનંદ શર્માએ રફાલ ડીલમાં યુદ્ધવિમાનોની કિંમત નહીં જણાવાઈ રહી હોવાનું જણાવીને તેની તપાસ માટે જોઈન્ટ પાર્લામેન્ટ્રી બનાવવાના મામલે ચર્ચાની માગણી કરવામાં આવી હતી.

  આ મામલે રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદે પણ ઉપસભાપતિને રજૂઆત કરી હતી. પરંતુ ઉપસભાપતિ હરિવંશ સિંહે કોંગ્રેસની રફાલ ડીલ પર ચર્ચાની માગણી ફગાવી હતી. હરિવંશ સિંહે કહ્યું હતું કે સભાપતિ વેંકૈયા નાયડુએ રાજ્યસભામાં આના પર ચર્ચા કરવાની મંજૂરી આપી નથી.

(5:25 pm IST)
  • બ્રિટનમાં વાવાઝોડું અને વરસાદ : ચક્રવાત સાથે ભારે વરસાદ થતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા access_time 8:24 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને તમામ વીર સપૂતોને યાદ કર્યા :અંગ્રેજોને ભારત છોડવા પર મજબુર કરતા આંદોલનના સુર 76 વર્ષ પહેલા આજના દિવસે છેડાયા હતા. આ ઐતહાસિક દિવસે પીએમ મોદીએ પણ ટ્વીટ કરી access_time 1:12 am IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST