Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

હૈદરાબાદમાં IKEAનો પહેલો સ્ટોર ખુલતા રસ્તા પર ચક્કાજામ:વાહનોની લાંબી કતાર

હૈદરાબાદ :હૈદરાબાદની બહાર વસેલા હાઈટેક સિટીમાં આશરે 13 એકરમાં ફેલાયેલા સ્વીડિશ ફર્નિચર કંપની IKEAનો પહેલો સ્ટોર ખુલો મુકાયો છે ત્યારે આ સ્ટોરના ઓપનિંગ પ્રસંગે હૈદરાબાદના રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

 ગુરુવારે ખુલા મુકાયેલા સ્ટોરની મુલાકાતે આશરે 30 હજાર લોકોની ભીડ ઉમટી પડી હતી. જેને લઈ ગાડીઓની લાંબી લાઈનો જોવા મળી હતી.આજે શુક્રવારે પણ લોકોની જબરી ભીડ ઉમટી પડી છે 

(5:24 pm IST)