Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

અમેરિકામાં શીખ પર હુમલો કરનાર પોલીસ અધિકારીના પુત્રની ધરપકડ

આપણે ત્યાં આવું બની શકે ખરા ? આવું બન્યું હોય તો શું થાય ?

ન્યુયોર્ક : કેલિફોર્નિયાના પોલીસ વડાના પુત્ર પર એક વૃધ્ધ શીખ પર હુમલો કરી તેમને લૂટી લેવાનો ગુનો દાખલ કરાયો હતો.

સોમવારે ૭૧ વર્ષના શીખ પર હુમલો કરી તેમને લૂંટી લેવામાં આવ્યા હતા. અમેરિકામાં વસતા લઘુમતી સમુદાય પર એક સપ્તાહમાં હુમલાનો આ બીજો બનાવ છે. તપાસ અધિકારીઓએ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું આ હુમલો હેટ ક્રાઇમનો હતો કે કેમ ? પોલીસે શહેરના પોલીસ વડા ડેરીલ મેકઅલીસ્ટરના પુત્ર મેકઅલીસ્ટર અને તેના તરૂણ મિત્ર પર લૂૂટનો અને ઘાતક શસ્ત્રથી એક વૃધ્ધ પર હુમલાનો ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન મેકએલિસ્ટરના પિતાએ ફેસબુક પર પોસ્ટ મુકી કહ્યું હતું કે તેઓ આ કૃત્યથી ખુબ નારાજ થયા હતા. તેમનો પુત્રે ખુબ જ ધૃણાસ્પદ કૃત્ય કર્યુ હતું. તેમણે કહ્યું હતું કે તેમને પુત્ર ઘરેથી કાઢી મુકવામાં આવ્યો હતો અને તે અમારી સાથે રહેતો નથી . જે કંઇ બન્યુ હતું તેને શબ્દોમાં ભાગ્યે જ વર્ણવી શકાય મારી પત્ની પુત્રીઓ અને મને પણ ખુબ  આઘાત લાગ્યો હતો. હિંસા અને કોઇનાથી નફરત કરવી અમે અમારા સંતાનોને શીખવાડયું નથી એમ તેમણે લખ્યુ હતું. (૯.૯)

(4:10 pm IST)