Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

દુબઇમાં ભાગેડુઓ માટે માફી યોજના ભારતીયનો ૫૫૮૪૨ ડોલરનો દંડ માફ

સ્પોન્સર પાસેથી ભાગેલા ૪૦૦ પૈકી ૮૦ ટકા પાસપોર્ટ લઇ સ્વદેશ પરત ફરશે.

દુબઇ તા ૧૦ : દુબુઇેમાં કામ કરતા એક ભારતીયને એ વખતે મોટી રાહત થઇ હતી જયારે તેની પર લાદવામાં આવેલો ૫૫૮૧૨ ડોલરનો દંડ માફ કરાયો હતો. સાત વર્ષ અગાઉ એ પોતાના સ્પોન્સરની નોકરી છોડી ભાગી જતાં દંડ લાદવામાં આવ્યો હતો.ભાગેડુ કામદારોને તેમના પાસપોર્ટ પાછા મળે એ માટેસરકારે 'પ્રોડેકટ યોર સેલ્ફ બાય રેકર્ટિયાઇંગ યોર સ્ટેટસ' યોજના શરૂ કરાઇ હતી. માફીનો લાભ લેવા ઇચ્છતા ૪૦૦ પૈકી ૮૦ ટકા લોકો પાહસપોર્ટ પરત લેવા અલ કુજેરિયા સેન્ટર દોડયા હતા.

સ્પોન્સરો દ્વારા જનરલ ડાયરેકટર ઓફ રેસિડન્સી એન્ડ ફોરેન અફેર્સને પાસપોર્ટ સુપ્રત કરાયા હતા. અમનેસ્ટી સેન્ટરે દંડને માફ કરવાની મોટાભાગની વિધી કરી હતી અને કેટલાય પાસપોર્ટ પરતા કરતાં લોકો દુબઇથી પોતાના વતન પાછા ફર્યા હતા, એક કેસમાં તો આ સતા મંડળે ભારતીય કામદારના ૫૫૮૧૨ ડોલર માફ કર્યા હતા જે પોતાના સ્પોન્સર પાસેથી સાત વર્ષ પહેલા ભાગી ગયો હતો. '' માફ કરેલી આ સોૈથી મોટ રકમ હતી'' એમ રેસિડન્સી એન્ડ ફોરેનર્સ એફેરના વડા ડોએહમદ અલી અસ સધારીએ  કહ્યું હતું જોકે તેમનણે એ ભારતીયની ઓળખ જાહેર કરી  ન હતી. પાસપોર્ટ મેળવ્યા પીસ મા.ી ઇચ્છનાશરાઓએ દેશમાંથી બહાર જવા પોતાના સ્ટેટસને મોડિફાય કરાવ્યો હતો.

(3:57 pm IST)