Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

યમનમાં હવાઇ હુમલા : શાળાના ૨૯ બાળકો સહિત ૫૦ના મોત

એક સ્કૂલ બસને નિશાન બનાવવામાં આવી

સાદા તા. ૧૦ : ઉત્તરીય યમનના સાદા પ્રાંતના અશાંત વિસ્તારોમાં સાઉદી અરેબિયાના વડપણ હેઠળના સંયુકત દળોએ કરેલા ખતરનાક હવાઇ હુમલામાં એક બસમાં સવાર ર૯ જેટલાં માસૂમ બાળકો સહિત કુલ પ૦નાં મોત થયાં હતાં અને ૭૭ અન્ય ઘાયલ થયા છે.

સાદામાં આરોગ્ય વિભાગના વડા અબ્દુલ ગની નાયેબે જણાવ્યું હતું કે સાઉદીના વડપણ હેઠળના લશ્કરી દળોએ હવાઇ હુમલા કરતાં શાળાના બાળકોને લઇને જતી એક સ્કૂલ બસને નિશાન બનાવવામાં આવી હતી. જેમાં ર૯ માસૂમ બાળકોના મોત થયાં હતાં.

આ હવાઇ હુમલામાં કુલ ૪૩નાં મૃત્યુ થયાં છે. ગઠબંધન દળો હુથી વિદ્રોહીઓ વિરુદ્ઘ લડી રહેલ યમન સરકારનું સમર્થન કરનાર છે.

યમનની સરકારી ન્યૂઝ એજન્સી એસપીએ ઇરાનના સમર્થિત હુુથી વિદ્રોહીઓ સામે લડી રહેલા પશ્ચિમ સમર્થિત સંયુકત દળોને ટાંકીને જણાવાયું હતું કે સાઉદી અરેબિયાના ઔદ્યોગિક શહેર જિજાનમાં મિસાઇલ લોન્ચરને નિશાન બનાવીને હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા

જેમાં યમનના એક નાગરિકનું પણ મોત થયુું હતું. સંયુકત દળોએ એવો આક્ષેપ કર્યો હતો કે હુથી વિદ્રોહીઓ બાળકોને ઢાલ બનાવીને તેમનો ઉપયોગ કરી રહ્યા હતા. જેના કારણે આ હુમલામાં ર૯ જેટલાં બાળકો મોતને ભેટયાં છે.

રેડક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિએ જણાવ્યું હતું કે હુથીના ગઢ મનાતા સાદામાં બાળકોની ભરેલી બસ હુમલાની ચપેટમાં આવી ગઇ હતી. રેડક્રોસ સમિતિએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે યમનમાં અમારી ટીમની સહાયતાથી એક હોસ્પિટલમાં ૧પ વર્ષ સુધીનાં ર૯ બાળકોનાં મૃતદેહો પહોંચાડવામાં આવ્યા હતા. હુથીના અલ મસરિયાહ ટીવીએ જણાવ્યું હતું કે આ હુમલામાં પ૦ લોકોનાં મોત થયાં છે અને ૭૭ અન્ય ઘાયલ થયા છે.(૨૧.૩૦)

(3:47 pm IST)
  • વડોદરામાં ચાંદીનો મોટો જથ્થો પકડાયો :નવાપુરા પોલીસે પકડયો જથ્થો :100 કિલો ચાંદીનો જથ્થો: કારમાં ચાંદી લઈને જતા બે શખ્સોની પોલીસે કરી અટકાયત :બંને શખ્સોની પુછપરછ : મોટી માત્રામાં ચાંદીનો જથ્થો પકડાતા વિવિધ એજન્સી કામે લાગી access_time 10:48 pm IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST

  • SBIની ખોટ રૂ. ૪૮૭૬ કરોડ થઇ : ર૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર (એપ્રિલથી જુન): એનપીએ ઘટયું access_time 3:50 pm IST