Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

રાફેલ સોદા મામલે સંસદની અંદર-બહાર વિપક્ષનો હંગામો

ભાજપ-મોદી સરકારને ભીંસમાં લેવા પ્રયાસઃ જેપીસી તપાસની માંગઃ સોનિયા મેદાનમાં ઉતર્યાઃ વિરોધ પ્રદર્શન : રાજયસભામાં હોબાળો થતાં બેઠા બપોર સુધી મુલત્વી

નવી દિલ્હી, તા.૧૦: સંસદના મોનસુન સત્રના અંતિમ દિવસે પણ સરકાર અને વિપક્ષ સામ-સામે છે. આજે રાફેલ ડીલ પર સંસદમાં ભારે હોબાળો થયો. જેના લીધે ગૃહની કાર્યવાહી ૨ વાર સ્થગિત કરવી પડી. હવે ૨:૩૦ વાગ્યે સંશોધિત ત્રિપલ તલાક બીલને રજુ કરવાની શકયતા છે. ઉલ્લેખનીય છે કે સરકાર જયાં તત્કાલ ત્રિપલ તલાકને દંડનીય અપરાધ બનાવા સંબંધિત સંશોધિત બીલને પસાર કરવાના પ્રયત્નોમાં લાગી છે. બીજી બાજુ કોંગ્રેસે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે તેઓ આ મુદા પર આ વખતે પણ સરકારનો રસ્તો  અટકાવશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે ત્રિપલ તલાક પર તેઓના પ્રશ્નનું વલણ સદંતર સ્પષ્ટ છે.

આ મામલે રાજયસભામાં મહારાષ્ટ્રથી કોંગ્રેસ સાંસદ હુસેન દલવઇના નિવેદન પર વિવાદ થયો છે. દલવઇએ કહ્યું કે શંકાના આધાર પર રામે પણ સીતાને છોડયા હતા. દરેક ધર્મમાં પુરૂષોનું વર્ચસ્વ છે. તો એવામાં ઇસ્લામ પર જ સવાલ કેમ?

આજે મોનસુન સત્રના અંતિમ દિવસે સંસદમાં ત્રિપલ તલાકથી માંડીને રાફેલડીલ મામલે પ્રદર્શન કરી રહી છે. તેમની સાથે આપ પક્ષના સાંસદ સુશીલ ગુપ્તા અને અનેક કોંગ્રેસના નેતા હાજર છે.

સોનિયા ગાંધી ખુદ સંસદભવન પરિસરમાં મહાત્મા ગાંધીની મૂર્તિ સામે રાફેલડીલ પર પ્રદર્શન કરી રહી છે તેની સાથે આપ પક્ષના સાંસદ સુશીલ ગુપ્તા અને અનેક કોંગ્રેસ નેતા હાજર છે. રાફેલડીલ મામલે વિપક્ષી પાર્ટીના સાંસદ કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિપક્ષી પાર્ટીના સાંસદ રાફેલ મુદા પર સરકારને જેપીસ એટલે કે સંયુકત તપાસ સમિતિની માંગ કરી રહ્યા છે.

(3:46 pm IST)