Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

આરૂષિ મર્ડરઃ સુપ્રિમ સ્વિકારી CBI નીઅરજીઃ વધી શકે છે તલવાર દંપતીની મુશ્કેલીઓ

આરૂષિ તલવાર હત્યાકાંડ મામલામાં સુપ્રીમ કોર્ટે તલવાર દંપતી સામે સીબીઆઈની અપીલને મંજૂર કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં રાજેશ તલવાર અને નૂપુર તલવારને નોટિસ આપી છે

નવીદિલ્હી, તા.૧૦: આરૂષિ તલવાર હત્યાકાંડ મામલામં સુપ્રીમ કોર્ટે તલવાર દંપતી સામે સીબીઆઈની અપીલને મંજૂર કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં રાજેશ તલવાર અને નૂપુર તલવારને નોટિસ આપી છે. જોકે આ મામલાની સુનાવણી આવતા બે વર્ષ સુધી નહીં થાય.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તલવાર દંપતીને ત્યાં કામ કરતા હેમરાજની પત્નીની અપીલની સાથે જ સીબીઆઈની અપીલની પણ સુનાવણી કરવામાં આવશે. જણાવી દઇએ કે ૨૦૦૮માં નોએડાના એક એપાર્ટમેન્ટમાં આરૂષિની સાથે હેમરાજની પણ હત્યા કરી દેવામાં આવી હતી.

અલ્હાબાદ હાઇકોર્ટે ગત વર્ષે ઓકટોબરમાં રાજેશ અને નુપૂર તલવારને પોતાની દીકરી આરૂષિ તલવારની હત્યાના મામલામાં મુકત કરી દીધાં હતાં.

શું કહ્યું હતું હાઇકોર્ટે?

ઓકટોબર ૨૦૧૭માં અલ્હાબાદ હાઇકોર્ટે આ કેસમાં નુપૂર અને રાજેશ તલવારને રાહત આપી હતી. સીબીઆઈ કોર્ટ દ્વારા અપાયેલ ઉંમરકેદની સજા સામે નોંધાયેલ પિટીશન પર નિર્ણય સંભળાવતા હાઇકોર્ટની બે સભ્યોની ખંડપીઠે રાજેશ અને નૂપુર તલવારને મુકત કરી દીધા હતાં. કોર્ટ પાસેથી તેમને આશંકાનો (Benefit of Doubt) લાભ મળ્યો હતો. અલ્હાબાદ હાઇકોર્ટે પોતાના ૨૭૩ પેજના નિર્ણયમાં કહ્યું હતું કે ખોટા વિશ્લેશ્ણના કારણે નીચલી કોર્ટે પહેલાથી જ માની લીધું હતું કે નુપૂર અને રાજેશ તલવારે જ આ મોત કરી છે. હાઇકોર્ટે કહ્યું કે તલવાર દંપતી પર લગાવેલા આરોપો ને બદલે સીબીઆઈ કોઇપણ સબૂત આપી નથી શકયા.

સીબીઆઈ કોર્ટે ૨૦૧૩માં આપી હતી ઉંમર કેદની સજા

ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટની આ મર્ડર મિસ્ટ્રીમાં ૨૬ નવેમ્બર ૨૦૧૩ના આરૂષિના માતાપિતાને દોષી માનતા ઉંમરકેદની સજા સંભળાવી હતી. આ નિર્ણયને તલવાર દંપતિએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ચાર વર્ષ સજા કાપ્યાં પછી તેઓ બંન્ને મુકત થયા હતાં.(૨૨.૧૫)

(3:38 pm IST)