Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ચીનમાં ગાંધીજી જીવંત :આદર્શોથી પ્રભાવિત વું પાઈએ સ્કૂલ ખોલી ગાંધીજીના વિચારો મહેકાવે છે

બીજિંગના છાઓયાંગ પાર્કમાં માનવસર્જિત તળાવ પાસે ગાંધીજીની એકમાત્ર મૂર્તિ ચીનમાં: વું પાઈને ભારત આવવા ઈચ્છા :ગાંધીજી ચાઇના ગયા નથી પરંતુ ચીન અને ભારત વચ્ચે ગાંધીજીનો જૂનો સબંધ

વર્ષ 1920 આસપાસ જયારે મહાત્મા ગાંધીજીનો પ્રભાવ ભારતના ખૂણે-ખૂણે ફેલાઈ રહયો હતો,ચીનના કેટલાય લોકોની પ્રેરણા માટે તે તરફ નજર મંડાઈ હતી,તેઓ પૂછી રહ્યા હતા,શું સત્યાગ્રહ અને અહિંસાનું પાલન કરવાથી દેશનું ભલું થશે ?

   એ દિવસોમાં ભારતમાં જ્યાં બ્રિટિશ હકુમત હતી,ચીનમાં બ્રિટન,અમેરિકા,ફ્રાન્સ જેવી વિદેશી તાકાતોનું જોર હતું,સાથે ચીનમાં વિભિન્ન જુથ્થોમાં લડાઈને કારણે ગૃહયુદ્ધ જેવી સ્થિતિ હતી,

   મહાત્મા ગાંધી ક્યારેય ચીન ગયા નથી,પરન્તુ ચીન અને મહાત્મા ગાંધી,વિષય પર કામ કરવાવાળા સાઉથ ચાઈના નોર્મલ યુનિવર્સટીના પ્રોફેસર શાંગ છુઆન્યું મુજબ ચીનમાં મહાત્મા ગાંધી પર અંદાજે 800 પુસ્તકો લખાઈ ચુક્યા છે

  સમગ્ર ચીનમાં ગાંધીજીની એકમાત્ર મૂર્તિ રાજધાની બીજિંગના છાઓયાંગ પાર્કમાં છે જ્યાં સામે એક માનવસર્જિત તળાવ છે અને તે માર્કેઝ,ઈગ્નેસી જાન પેડેરેવસ્કી અને હરિસ્ટો બોટેવ જેવી નામંકિતથી ઘેરાયેલ છે

    ચીનમાં આજે પણ એવા લોકો છે જે ગાંધીના જીવન જીવવાની રીતભાતથી પ્રભાવિત છે એવું જ છે પૂર્વી આન્હુઇ પ્રાંતના હુઆંગ થીએન ગામમાં રહેતી 57 વર્ષની વૂં પેઇ, વુએ મહાત્મા ગાંધીજીના લેખોનું અનુવાદ કર્યો છે અને તે સાદું જીવન જીવે છે ચીનમાં જ્યાં મોટાભાગન લોકો માંસાહારી છે ,વું પેઇ શાકાહારી છે,તે જુના કપડાં પહેરે છે અને એસી,ફ્રિજ અને વોશિંગ મશીનનો ઉપયોગ કરતી નથી

  ગાંધીજીના વિચારોને આગળ વધારવા મટે છેલ્લા વર્ષે ઓગસ્ટમાં તેણીએ ગામમાં સ્કૂલ ખોલી,વું પેઇ આખે છે કે 'હું બાળકોને મહાત્મા ગાંધીજીના સિદ્ધાંતો અંગે સીધીરીતે નહિ પરંતુ હું તેને શીખડાવવું છું કે દરેક જીવને પ્રેમ કરે,ગામ મટે સારું કામ કરે,કચરો ભેગો કરે,જો લોકો એકલા છે તો તે તેના ઘરે જઈને મળી આવે,

   જે દિવસે અમે સ્કૂલે પહોંચ્યા,ગરમીની રજા પહેલાના છેલ્લા દિવસે બાળકોએ વિશેષ કાર્યક્રમ તૈયાર કર્યો હતો પથ્થરોથી બનેલી સ્કૂલની ઇમારતની ઉંચી કાળી છતથી ચીની ડિઝાઈનવાળી બે લાલટેન લટકી રહી હતી

  ગામના એક વ્યક્તિ મુજબ અંદાજે 800 વર્ષ જુના આ ગામમાં આવી ઇમારતો કેટલાય સદી જૂની છે,એક મોટા હોલની એક દીવાલ પર બ્લેકબોર્ડ ઉપર મહાન ચીની દાર્શનિક ફન્ફ્યુશિયસની લાંબી તસ્વીર લગાડેલી હતી,દીવાલ સાથે લાકડાનો કબાટમાં ચીની ભાષામાં બાળકોના પુસ્તકો,રંગબેરંગી ચોક અને સ્ટેપ્લર રાખ્યા હતા.

  ખુરશીની ચોતરફ નાના ટેબલ પર બાળકોની ચિત્રકારી,હોમવર્ક અને ક્લે-મોડલ્સ રાખ્યા હતા જેને બાળકો અને તેના માતા પિતા ઉલ્ટાવી રહ્યાં હતા

   વું પેઇ કહે છે કે 'અમે આ સ્કૂલમાં બાળકોને શીખવાડીએ છીએ કે તે પોતાના હાથનો કેવો ઉપયોગ કરે,કેવી રીતે તે ધરતી સાથે સબંધ બનાવે જેથી કરીને તે ખુદ ધરતીના ગર્ભમાંથી પાક ઉગડી શકે

  પ્રાર્થના સભા બાદ બાળકોએ પોતાના મુગ્ધ અવાજમાં ગીત રજૂ કર્યું,બીજીતરફ માતા પિતા મોબાઈલ પર બાળકોનો વિડિઓ બનાવી રહ્યાં હતા,ગતવર્ષે ડિસેમ્બરમાં સ્કૂલમાં દાખલ લેવાવાળા નવ વર્ષના ડેન્યુની માતા રુઇ લિયાં પોતાના પુત્રના પ્રદર્શનથી ખુબ જ સંતુષ્ટ હતી ,ડેન્યુ પહેલા એક સામાન્ય પબ્લિક સ્કૂલમાં ભણતો હતો,

   લિયાને મને કહ્યું કે સામાન્ય પબ્લિક સ્કૂલ બાળકોની યોગ્યતાને વિકસિત કરવા યોગ્ય નથી,પહેલા મારો પુત્ર આઈફોન અને બીજા ઇલેક્ટ્રિક રમકડાંથી રમતો હતો પરંતુ હવે આવું નથી,

ફિઝિક્સમાં માસ્ટર્સ કરવાવાળી વું પેઇનો જન્મ શંઘાઇ શહેરમાં થયો હતો,તેણીએ લંડનમાં બે વર્ષ વાલ્ડ્ર્ફનો અભ્યાસ કર્યો છે, વાલ્ડ્ર્ફ એજ્યુકેશનનો અર્થ અભ્યાસના માધ્યમથી બાળકોનો સંપૂર્ણ માનસિક અને કલાત્મક વિકાસ કરવો,

   વું પેઇ જણાવે છે કે ચીનમાં પરીક્ષા અને અંકો પર બહુ ભાર મુકાય છે,અધ્યાપક માણસના વિઅક્સ પર ધ્યાન આપતા નથી,

  વર્ષ 2002માં તેના જીવનની દિશા બદલાઈ,જયારે રાજધાની બીજિંગમાં તેણીએ એક ભારતીય વક્તાનું ભાષણ સાંભળ્યું, વું પેઇ કહે છે કે તેઓએ મહાત્મા ગાંધીના આદર્શો બાબતે જણાવ્યું અને કહ્યું કે ગાંધીજી કહેતા હતા કે સચ્ચાઈને માત્ર કાવ્યાત્મક રીતે જ વ્યક્ત કરી શકાય છે,આ વાતોએ અમારા પણ ખુબ ઊંડી અસર કરી હતી,

  વું પેઈએ ગાંધીજી વિષે સ્કૂલના પુસ્તકોમાં વાંચ્યું હતું પરંતુ વધુ જાણકારી હતી નહીં,મિત્રોના કહેવાથી તેણીએ મહાત્મા ગાંધી સાથે જોડાયેલ એક પુસ્તકનો અનુવાદ કર્યો,પહેલું પુસ્તક ગાંધીજીના નિબંધનો સંગ્રહ હતો જયારે બીજી તેની વાતોનો સંગ્રહ હતો વું પેઇ કહે છે કે ગાંધીજીએ કહ્યું હતું કે આ ધરતી લોકોની માંગ પુરી કરી શકે છે પરંતુ તેનો લોભ નથી,આ વાતે મને પ્રભાવિત કરી,પરંતુ ચીનમાં કેટલાય લોકો મહાત્મા ગાંધીજીના વિચારો સાથે સહમત નથી,

   વું પેઇ કહે છે કે એક દિવસ હું અહિંસા અને ગાંધીના વિષે વાત કરાવી શરૂ કરી તો લોકોએ મને કહું કે હું બહુ આદર્શવાદી છું અને ચીનમાં આવું નહિ થઇ શકે,ચીનમાં ગાન્ધી વિષે જાણકારી બહુ ઓછી છેભારતની માફક ચીનમાં કેટલાય લોકો અહિંસા પર ગાંધીજી સાથે સહમત નથી,

  વું પેઇનું સ્વપ્ન છે કે તે એક દિવસ મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ ભારત આવે,

 મહાત્મા ગાંધીજી કયારેય ચીન ગયા નથી પરંતુ ચીનના લોકો સાથે તેનો સબંધ બહુ જૂનો હતો,રાષ્ટ્રીય ગાંધી મ્યુઝિયમ દ્વારા પ્રકાશિત ઇએસ રેડ્ડીનું પુસ્તકમાં ઉલ્લેખ છે કે કેવી રીતે ભારતીય અને ચીની સમુદાયોએ દક્ષિણી આફ્રિકામાં સાથે આવીને સરકારની ભેદભાવવલી નીતિઓનો વિરોધ કર્યો હતો,પુસ્તકમાં ઉલ્લેખ છે કે કેવી રીતે મહાત્મા ગાંધી અને ચાઈનીઝ એસોસિયેશન એન્ડ કાટીનીઝ કલબના પ્રમુખ લયોન્ગ છિવને સહયોગ કર્યો હતો

   સ્થાનિક અખબાર ''ઈન્ડયન ઓપિનિયન'ના ગુજરાતી સેક્શનમાં મહાત્મા ગાંધીજીએ લખ્યું જોહ્ન્સબર્ગમાં ચીનના કેટલાક લોકો રહે છે,એવું અહીં કહી શકીએ કે આર્થિક રીતે તેની સ્થિતિ ભારતીયથી બહેતર છે,મોટાભાગના માત્ર કારીગર છે,કેટલાક દિવસો પહેલા મને તક મળી કે હું તેને ધ્યાનથી જોવું,તેના જીવનની તુલના પોતાની જિંદગીઓથી કરવા પર મને બહુત દુઃખ થયું

ચીનમાં 1904થી 1948 વચ્ચે છપાતું ઓરિયન્ટલ મેગેઝીનએ મહાત્મા ગાંધીજીની તસ્વીર સાથે કેટલાક લેખ છાપ્યા હતા,

  વર્ષ 1921માં છપાયેલ એક લેખ મુજબ 'ગાંધી બહુત ધાર્મિક તો હતા જ સાથે તે દેશપ્રેમના સમર્થક પણ હતા તેના જીવનનું લક્ષ્ય છે તે ભારતના નૈતિક મૂલ્યોને પુનર્જીવિત કરાઈ અને ભારતીયોને પ્રેરિત કરાઈ કે તે ખુદને ભેદભાવ વગર એક પરિવાર અંફાક જુએ અને તે તમામ પશ્ચિમી સંસ્કૃતિ જેવા ઓદ્યોગિક ગુલામી,પૈસાની પૂજા અને લડાયક અંદાજને અસ્વીકર ન કરે,ટૂંકમાં આખીએ તો ગાંધીજી માણસના વિરુદ્ધ હિંસાના ઉપયોગની વિરુદ્ધમાં હતા

  જયારે ચીન પર સોવિયેત યુનિયનનો ઊંડો પ્રભાવ હતો,સોવિયેત નેતા ગાંધીને લઈને જેવા વિચારો રાખતા,ચીનમાં સરકરા અને લોકોની માનસિકતા પર તેની ઉડી અસર થતી હતી 

  સાઉથ ચાઇના નોર્મલ યુનિવર્સીટીના પ્રોફેસર શાંગ છુઆનાયુ કહે છે કે 1920ના દાયકામાં લેનિને ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ગાન્ધીજીની ભૂમિકાના વકીહન કાર્ય અને તેને એક સાચા ક્રાંતિકારી ગણાવ્યા હતા,પરંતુ 1930ના દાયકામાં સ્ટાલીને ગાંધીને સામ્રાજ્યવાદીઓના સાથી ગણવ્યા હતા

   પ્રોફેસર શાંગએ ચીન અને ગાંધી  સબંધો પર કેટલાક લેખ લખ્યા છે અને તેને લઈને તેઓએ ભારતનો પ્રવાસ પણ કર્યો છે પ્રોફેસર શાંગ મુજબ 1920ના દાયકામાં જ્યાં લોકોએ ગાંધીને એક સંત,ભારતના તોલ્સટોય,ભારતના રાજા ગણાવ્યા હતા,1930ના દાયકામાં કેટલાક વામપંથી બુદ્ધિજીવીઓએ મહાત્મા ગાંધીજીને ભારતીય રાષ્ટ્રવાદી સંગ્રામમાં દક્ષિણપંથી સમૂહના અથવા મોટા જમીનદારો અને વ્યાપારીઓના પ્રતિનિધિ ગણાવ્યા હતા

  ગાંધીજીના અહિંસાના આદર્શ પર ચીનમાં વિચારો વિભજીત છે કેટલાકે કહ્યું કે ખાદી આંદોલનથી લોકોને એકઠા કરવામાં મદદ મળી,પરંતુ તેના ટીકાકારોએ ગાંધીજીને આધુનિકિરણના વિરોધી માન્યા હતા

  મહાત્મા ગાંધી ક્યારેય ચીન નથી ગયા પરંતુ 1940ના દાયકામાં ચીની નેતા ચિયાંગ કાંઈ શેકે ગાંધીને મળવા ભારત આવ્યા હતા,વર્ષ 1946માં કેએમટી પાર્ટીના નેતા ચિયાંગ કાઈ શેક અને કમ્યુનિસ્ટો વચ્ચે લડાઈમાં કમ્યુનિસ્ટો વિજયી થયા હતા અને છિયાન્ગ કાંઈ શેકને તાઇવન ભાગવું પડ્યું હતું

  રાષ્ટ્રીય ગાંધી મ્યુઝિયમના ડાયરેક્ટર એ અન્નમલાઈ મુજબ એ સમય હતો જયારે જાપાનના હુમલા ના વિરોધમાં છિયાન્ગ ખૉઇ શેક એશિયાઈ દેશોનો સંઘ બનાવવા ઇચ્છતા હતા પરંતુ મહાત્મા ગાંધી અહિંસાના પક્ષઘર હતા

  વર્ષ 1931માં જાપાને ચીન પર હુમલો કરીને મંચુરિયા પર કબ્જો કરી લીધો હતો,વર્ષ 1945માં બીજા વિશ્વ યુદ્ધના અંત સુધી જયારે જાપાને હાર માનીં ત્યાં સુધી લાખો ચીની નાગરિક માર્યા ગયા હતા,

  14 જૂન 1942 એ ચિયાંગ કાંઈ શેકને લખેલ એક પત્રમાં મહાત્મા ગાંધીજીએ લખ્યું ,,જલ્દી જ જાપાની હુમલાના વિરોધમાં આપના પાંચ વર્ષનું યુદ્ધ પૃરુ થઇ જશે,જેણે ચીનમાં લોકોના જીવનમાં દુઃખ ભરી દીધા છે મને એ દિવસનો ઇન્તજાર છે જયારે એક સ્વતંત્ર ભારત અને એક સ્વત્રંત્ર ચીન એશિયા અને  વિશ્વની સારાઈ માટે દોસ્તી અને ભાઈચારામાં એક બીજાના સાથી હશે

(1:38 pm IST)
  • બ્રિટનમાં વાવાઝોડું અને વરસાદ : ચક્રવાત સાથે ભારે વરસાદ થતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા access_time 8:24 pm IST

  • ગાંધીનગર: રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સને નારી અને બાળ સંરક્ષણ ગૃહોમાં CMO દ્વારા સઘન તપાસના આદેશ:બાળ તેમજ નારી સંરક્ષણ ગૃહમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા બાબતે સમીક્ષા કરી રિપોર્ટ કરવાની સૂચના :મુઝફ્ફરનગર યૌન શોષણ કેસને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારના આદેશ access_time 9:03 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને તમામ વીર સપૂતોને યાદ કર્યા :અંગ્રેજોને ભારત છોડવા પર મજબુર કરતા આંદોલનના સુર 76 વર્ષ પહેલા આજના દિવસે છેડાયા હતા. આ ઐતહાસિક દિવસે પીએમ મોદીએ પણ ટ્વીટ કરી access_time 1:12 am IST