Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ઇન્ડોનેશિયામાં વૃદ્ધ વ્યક્તિએ 15 વર્ષ સુધી યુવતીને ગુફામાં ગોંધી રાખી યૌન શોષણ કર્યું

યુવતી 13 વર્ષની હતી ત્યારે બોયફ્રેન્ડનો ફોટો બતાવી તેના શરીરમાં આત્મા પ્રવેશી હોવાનું કહીને બ્રેનવોશ કરી યૌન શોષણ કરતો રહયો

ઇન્ડોનેશિયામાં એક વૃદ્ધ વ્યક્તિએ 15 વર્ષ સુધી એક યુવતીને ગુફામાં રાખીને યૌન શોષણ કર્યું હોવાનો બનાવ બહાર આવ્યો છે.પોલીસે આ ઘટનામાં જે આરોપીની ઘરપકડ કરી છે તેની ઉંમર 83 વર્ષ છે.

  એવી માહિતી બહાર આવી છે કે જ્યારે તેમણે યુવતીનું અપહરણ કર્યું, ત્યારે તેની ઉંમર માત્ર 13 વર્ષની હતી.આ વૃદ્ધે પોતાની અંદર એક યુવકની આત્મા પ્રવેશી ગઈ છે તેવો દાવો કરીને 15 વર્ષ સુધી યુવતીનું યૌન શોષણ કર્યું હતું

 પોલીસના કહેવા મુજબ યુવતીને રવિવારે મધ્ય સુલાવેસી પ્રાંતના ગાલુમ્પાંગ વિસ્તારમાં એક ગુફામાંથી બચાવી લેવાઈ છે.પોલીસે ગુફાની તસવીરો બતાવી છે, જેમાં અંદરનું ફર્નિચર જોઈ શકાય છે. આ ગુફા આરોપીના ઘરની પાસે જ આવેલી છે.

 તોલીતોલી પોલીસના પ્રમુખ ઇકબાલ અલકુદુસીએ કહ્યું કે યુવતી 13 વર્ષની હતી, ત્યારથી આરોપી તેમના પર બળાત્કાર કરી રહ્યા હતા. રાતના સમયે તે મહિલાને પોતાના ઘરે લઈ આવતા હતા અને દિવસે ગુફામાં કેદ રાખતા હતા.

  પોલીસના કહેવા મુજબ, આરોપીએ 15 વર્ષ પહેલા યુવતીને તેના બૉયફ્રેન્ડની તસવીર બતાવી લાલચ આપી હતી કે તેના શરીરમાં એ યુવકની આત્મા પ્રવેશી ગઈ છે.

  જકાર્તા પોસ્ટએ એક સ્થાનિક યુવકના માધ્યમથી લખ્યું છે, "પીડિતાનું બ્રેઇનવૉશ કરાયું હોય તેમ જણાય છે."

 "પીડિતા ત્યાંથી ભાગવાનો પ્રયાસ ન કરે અને કોઈને મળે નહીં તેના માટે સતત તેનું બ્રેઇનવૉશ કરાયું હતું કે તેના પર એક જીન નજર રાખે છે."

  પોલીસ પ્રમુખએ સમાચાર એજન્સી રૉઇટર્સને જણાવ્યા મુજબ, પીડિતાએ કહ્યું કે વર્ષ 2003થી વૃદ્ધ 'જીન અમરીન'એ તેમની સાથે યૌન સંબંધ બાંધ્યો હતો.

 પોલીસનું કહેવું છે કે અપહરણ કરાયેલી યુવતી વિશે તેમને માહિતી ત્યારે મળી જ્યારે પીડિતાની બહેનએ પાડોસીઓને જાણકારી આપી કે તે ક્યાંક આજુબાજુમાં જ છે.

 પીડિતાની બહેનના લગ્ન આરોપીના દિકરા સાથે થયા હતા અને આરોપીએ પીડિતાના પરિવારજનોને ખોટી માહિતી આપી હતી કે પીડિતા કામ કરવા માટે જકાર્તા જતી રહી છે.

 આરોપી વિરુદ્ધ બાળ સુરક્ષા કાયદા અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ સાબિત થશે તો આરોપીને 15 વર્ષની સજા થઈ શકે છે.

(11:58 am IST)
  • યમનમાં બસ પર હવાઈ હુમલો :29થી વધુ બાળકોના મોત :30 ઘાયલ ;ઉતરી યમનમાં અશાંત વિસ્તારમાં આ હાવૈ હુમલો સાઉદી અરબના નેતૃત્વવાળા ગઠબંધન દ્વારા એક બસ પર કરાયો :આ ગઠબંધન હુથી વિદ્રોહી વિરુદ્દ લડતા યમન સરકારનું સમર્થન કરે છે :આ હુમલા સમયે બસ શાદ વિસ્તારના દહયાન બજારમાં પસાર થતી હતી access_time 12:57 am IST

  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • વડોદરામાં ચાંદીનો મોટો જથ્થો પકડાયો :નવાપુરા પોલીસે પકડયો જથ્થો :100 કિલો ચાંદીનો જથ્થો: કારમાં ચાંદી લઈને જતા બે શખ્સોની પોલીસે કરી અટકાયત :બંને શખ્સોની પુછપરછ : મોટી માત્રામાં ચાંદીનો જથ્થો પકડાતા વિવિધ એજન્સી કામે લાગી access_time 10:48 pm IST