Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

હવે ઉજ્જવલામાં ૬ બાટલા સુધી સબસીડી મળશે

લાભાર્થીઓને સિલિન્ડર લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે સરકારે યોજનામાં કર્યો બદલાવ

નવી દિલ્હી, તા.૧૦: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને બીજો બાટલો લેવા માટે પ્રોત્સાહિત કરવા અંગે તેના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે.હવે તેના લાભાર્થીઓની સબસીડી ત્યાં સુધી રોકવામાં નહીં આવે જયા સુધી તે ૬ બાટલા ભરાવી ના લે.પહેલા ગ્રાહકોને બાટલા પર ત્યાં સુધી સબસીડી નહોતી મળતી જયા સુધી તેઓ ચૂલા,પાઇપ તથા બાટલા ની કિંમત ચૂકવે નહી.

 

આ યોજનાને લાગુ કરી રહેલી સરકારી તેલ વિતરણ કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે,તેમાં ફેરફાર  કરવાનું કારણ એ છે કે આ ૬ મહિનામાં લાભાર્થીઓને રસોઈ ગેસના ઉપયોગના લાભ વિશે માલુમ પડે.આ યોજનામાં લાભાર્થીઓને સરકાર તરફથી ફકત કનેકશન ફ્રીમાં આપવામાં આવે છે.જેમાં એક બાટલો અને રેગ્યુલેટર મળે છે.જયારે ગેસ સ્ટવ અને રબરની પાઇપ અને પ્રથમ બાટલાની રકમ ગેસ એજેન્સી આપે છે.જે તેને ઇએમઆઇના રૂપે પાછું મળે છે.ખરેખર આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી કે ગ્રાહક જયારે બીજો બાટલો લે.તો તેની સબસીડીની રકમ ગ્રાહકની જગ્યાએ ગેસ એજેન્સીને આપી દેવામાં આવશે.અને એવું ત્યાં સુધી થશે જયાં સુધી ઇએમઆઇની સંપૂર્ણ ચુકવણી થાય નહી.(૨૨.૭)

(11:32 am IST)