Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

દેશમાં શરૂ થશે DNA ડેટા બેન્ક

એમાં લોકોના પ્રોફાઇલનો સંગ્રહ કરવામાં આવશે, ડેટા લીક કરનારને થશે નાકરી સજા ૩ DNA પ્રોફાઇલ ગેરકાયદે રીતે લીક કરનારને આટલાં વર્ષની જેલની જોગવાઇ ખરડામાં છે ૧ લાખ રૂપિયાના દંડની જોગવાઇ પણ ખરડામાં કરવામાં આવી છે

નવીદિલ્હી તા.૧૦: દેશભરમાં લકોના પ્રોફાઇલ સંગ્રહ કરવા માટે DNA ડેટા બેન્ક તૈયાર કરવાની તેમ જ આ સુવિધામાંથી માહિતી લીક કરવાની કોશિક કરનારાઓ માટે જેલની સજા કરવાની જોગવાઇ ધરાવતો ખરડો ગઇ કાલે લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. આ ખરડામાં જણાવાયું હતું કે DNA  પ્રોફાઇલ, સેમ્પલ અને રેકોર્ડ સહિતનો તમામ ડેટા વ્યકિતની ઓળખ સાબિત કરવા માટે જ ઉપયોગમાં લેવાશે, અન્ય કોઇ કામ માટે નહીં.

 

તાજેતરમાં લો કમિશન દ્વારા તૈયાર કરેલા ડ્રાફટના આધાર પર તૈયાર કરવામાં આવેલા ખરડામાં જણાવાયું છે કે ' શકમંદ, કાચા કેદી, લાપતા થયેલી વ્યકિતઓ, બિનવાસર મૃતદેહની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે નેશનલ ડેટાબેઝ જાળવવા નેશનલ અને રીજનલ ડેટા બેન્ક તૈયાર કરવામાં આવશે.'

આ ખરડા મુજબ આ માહિતી મેળવવાનો અધિકારી ધરાવતી ન હોય એવી વ્યકિત કે સંસ્થાને DNA પ્રોફાઇલની માહિતી ગેરકાયદે રીતે આપનારને ત્રણ વર્ષ સુધીની જેલ અને એક લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. આ ખરડાની જોગવાઇઓ મુજબ ગુમ થયેલા માણસની તપાસ માટે DNA નું ક્રોસમેચિંગ કરવા, દેશના વિવિધ વિસ્તારોમાંથી મળતા  મૃતદેહોની અને કુદરતી હોનારતનો ભોગ બનેલાઓની ઓળખ સ્થાપિત કરવા DNA પ્રોફાઇલનો ઉપયોગ કરી શકાશે.(૧.૫)

(11:30 am IST)