Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

સ્વચ્છ ભારત મિશનમાં મોટું કૌભાંડ ! એક સંડાસ બનાવવામાં ૨૦ લાખ રૂપિયાનો ખર્ચ

નવી દિલ્હી તા. ૧૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને લઈને એક મોટો ખુલાસો થયો છે. કર્ણાટકના બેંગ્લોર શહેરમાં આ મિશનના નામ પર મોટું કૌભાંડ કરવામાં આવ્યું છે. બૃહત બેંગ્લોર મહાનગર પાલિકા (બીબીએમપી)એ અહી એક શૌચાલય બનાવવા પર લગભગ ૨૦ લાખ રૂપિયા ખર્ચ કરી દીધા, જયારે અન્ય બીજા કામોમાં કરોડો રૂપિયા ખર્ચી નાંખ્યા હતા. બીબીએમપીને કેન્દ્ર સરકારથી સ્વચ્છ ભારત મિશન માટે ૧૫૪ કરોડ રૂપિયા મળ્યા હતા, જેની ૮૦ ટકા રકમ સ્વચ્છ મિશન માટે ઉપયોગમાં લેવામાં આવી નહતી.

કૌભાંડથી જોડાયેલ ખુલાસો સીએનએન-ન્યૂઝ૧૮ની રિપોર્ટમાં ખુલાસો કર્યો છે. અરજીકર્તા એસ.અમરેશે ચેનલને દાવો કર્યો કે, દિશા-નિર્દેશ અનુસાર આ રકમ શૌચાલયના નિર્માણ પર ખર્ચ કરવામાં આવવાની હતી. સાથે જ લોકોને તેના દ્વારા જાગૃત્ત કરવાનો હતો.

અરજીકર્તાએ જણાવ્યું કે, સ્વચ્છ ભારત કાર્યક્રમ માટે કેન્દ્ર સરકારે બીબીએમપીને ૧૫૪ કરોડ રૂપિયાનો અનુદાન આપ્યો હતો. પરંતુ તેમને ૮૦ ટકા રકમથી અન્ય કામગીરી કરી હતી. જયારે આ પૈસાથી શૌચાલય બનાવવાના હતા.(૨૧.૬)

(10:17 am IST)