Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

યુકેમાં ગુજરાતી મૂળના જવેલર રમણીક જોગીયાની હત્યા કેસમાં બે આરોપી દોષિત;એક નિર્દોષ :10મી સપ્ટેબરએ સજા ફટકારાશે

ગુજરાતી મૂળના જ્વેલર રમણિક જોગીનું અહરણ અને ક્રૂરતાપૂર્વક તેમની હત્યાના કેસમાં બે શખ્સોને દોષિત ઠેરવવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિને નિર્દોષ જાહેર કરાયો છે  ગુનેગારોને દસમી સપ્ટેમ્બરે સજા ફટકારવામાં આવશે.

ચાલુ વર્ષે 24મી જાન્યુઆરીએ સવારે જોગિયાનું તેમની દુકાનમાંથી નીકળ્યા હતા, ત્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.બાદમાં બીજા દિવસે સવારે લૅસ્ટર એરફિલ્ડ પાસેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

બર્મિંગહામ ક્રાઉન કોર્ટે થોમસ જેરવિસ (ઉંમર વર્ષ 24), ચાર્લ્સ મેકૌલે (20)ને હત્યા માટે જ્યારે ક્લાન રેવ (20)ને માનવવધ માટે દોષિત ઠેરવ્યા હતા.જ્યારે જાવનો રોચ (30) નામના આરોપીને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા છે.

  ખટલો શરૂ થયો તે પહેલાં દોષિત ઠરેલા આરોપીઓએ અપહરણ તથા લૂંટની કબૂલાત કરી હતી, પરંતુ હત્યાના આરોપોને નકારી કાઢ્યા હતા. વાદી પક્ષના વકીલ જેમ્સ હાઉસે કહ્યું હતું કે 'યોજનાપૂર્વક' પાર પાડવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે આ માટે અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી તૈયારી કરવામાં આવી હશે.

  જ્યૂરીએ મૃત્યુ પૂર્વે જોગિયાને આપવામાં આવેલી યાતનાઓની ગંભીર નોંધ લીધી હતી.24મી જાન્યુઆરીએ રમણિક જોગિયા તેમની દુકાન બંધ કરીને ઘરે જવા નીકળ્યા ત્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ તેમને ભારે માર મારવામાં આવ્યો હતો, જેથી કરીને દુકાનની અંદર પ્રવેશ કરવા માટે જરૂરી ચાવીઓ અને માહિતી મેળવવામાં આવી હતી.માહિતી મળ્યા બાદ રમણિક જોગિયાને એરફિલ્ડ પાસે ફેંકી દેવામાં આવ્યા હતા. પોલીસનું માનવું છે કે એ સમયે કદાચ તેઓ હયાત હશે.

  ત્યારબાદ દુકાનમાં રહેલી બે લાખ પાઉન્ડની (રૂ. 1.76 કરોડ) જ્વેલરીને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યા હતા.લૅસ્ટરમાં મોટી સંખ્યામાં ગુજરાતી રહે છે, એટલે સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી મેળવવા માટે ગુજરાતીમાં અપીલ બહાર પાડી હતી.આ માટે ત્યાંની પોલીસ સાથે કૉમ્યુનિટી સપોર્ટ ઓફિસર તરીકે જોડાયેલા રણજીત સોનેગરાની મદદ લેવામાં આવી હતી.

(12:00 am IST)
  • બ્રિટનમાં વાવાઝોડું અને વરસાદ : ચક્રવાત સાથે ભારે વરસાદ થતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા access_time 8:24 pm IST

  • મધ્યપ્રદેશમાં તમામ મદ્રેસામાં 15મી ઓગસ્ટે ત્રિરંગો લહેરાવવા અને ત્રિરંગા યાત્રા કાઢવા આદેશ : મદ્રેસા બોર્ડના અધ્યક્ષ સૈય્યદ ઇમાદુદીનના આદેશથી વિવાદ છેડાયો : પોતાના આદેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા અને તે તમામની તસ્વીર ઇમેલમાં મોકલાવવા પણ કહ્યું : કોંગ્રેસે કર્યો વિરોધ access_time 1:18 am IST

  • ગાંધીનગર: રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સને નારી અને બાળ સંરક્ષણ ગૃહોમાં CMO દ્વારા સઘન તપાસના આદેશ:બાળ તેમજ નારી સંરક્ષણ ગૃહમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા બાબતે સમીક્ષા કરી રિપોર્ટ કરવાની સૂચના :મુઝફ્ફરનગર યૌન શોષણ કેસને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારના આદેશ access_time 9:03 pm IST