Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

OMG :હવે યુદ્ધ વિમાન મિગના ટાયર-ટ્યૂબની ખરીદીમાં 6 કરોડનું કૌભાંડ? :CAG રિપોર્ટ

પોલેન્ડની કંપની પાસેથી 6 કરોડના 3080 ડીફેક્ટિવ ટાયર-ટ્યૂબ ખરીદાયા જે બિનઉપયોગી પુરવાર થયા

નવી દિલ્હી : કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ(CAG)એ તેના રિપોર્ટમાં ભારતીય સેનાના યુદ્ધ વિમાન મિગ ના ટાયર- ટ્યૂબની ખરીદીમાં થયેલ છબરડાનો અને વાયુ સેનાના એમઆઇ17-IV હેલીકોપ્ટરના રિપેરિંગ અને ઓવરહોલિંગ પર ત્રણ ગણો ખર્ચ દર્શાવવાનો ઘટસ્ફોટ કરાયો છે. અહેવાલમાં છેલ્લા 9 નવ વર્ષથી ચાલી રહેલા ભાવ વધારાનો ભેદ ખુલ્યો છે. એમઆઇ 17-IV હેલીકોપ્ટરની ખરીદી 2000 થી 2003ની વચ્ચે કરાઇ હતી જેનો ઉપયોગ સેનામાં રક્ષા અર્થે અને માલ-સામાનની હેરફેર માટે થાય છે.

  કેગના રિપોર્ટ પ્રમાણે પોલેન્ડની એક કંપની પાસેથી લગભગ 6 કરોડ રૂપિયાના 3,080 ડિફેક્ટિવ ટાયર-ટ્યૂબની ખરીદી કરવામાં આવી છે. જે હાલમાં બિન ઉપયોગી પૂરવાર થયા છે.કોઇ પણ ફાઇટર પ્લેનના ટાયર-ટ્યૂબ ફાટવાથી મોટી ઘટનાની સંભાવના રહે છે. 25થી 30 વખત લેંડિગ થયા બાદ ટાયર-ટ્યૂબ ખરાબ થઇ જતા હોય છે. એક ટાયર-ટ્યૂબની કિંમત 20 હજાર રૂપિયા છે. ગત સાત વર્ષોમાં મિગ ફાઇટર વિમાનોના 32 ટાયર-ટ્યૂબ ફાટી ગયા હતા. જેમાં 84 ટકા કેસોમાં મટિરીયલ ખરાબ હોવાના અહેવાલ છે.

  હેલીકોપ્ટરના રિપેરિંગ અને ઓવરહોલિંગની વ્યવસ્થા દેશમાં સમયસર ઉભી કરવામાં ન આવતા હેલીકોપ્ટરો વિદેશમાં મોકલવા પડે છે જેનાથી તેનો ખર્ચ ત્રણ ગણો લગભગ 600 કરોડ જેટલો વધી ગયો છે. જેના માટે જવાબદાર સેના દ્વારા ઉપકરણોની ખરીદીના ટેન્ડર અને બીજી પ્રક્રિયાઓ સમયે ન થઈ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે.  હેલિકોપ્ટરના રિપેરિંગનું 85 ટકા કામ વર્તમાન રિપેરિંગ સેન્ટર્સ પર થઈ શકતું હતું ફક્ત 15 ટકા કામ માટે 195 કરોડનઆ ખર્ચે રિપેરિંગ કેન્દ્ર સ્થાપનાવું હતું પરંતુ તેમ કરાયું હતું.

  રિપોર્ટમાં જણાવાયું છે કે એમઆરએફ કંપની પાસેથી ટાયર-ટ્યૂબની ખરીદીની શરૂઆત 2010માં કરાઇ હતી. પરંતુ ટાયર-ટ્યૂબના સેમ્પલની માંગણી સામે સેના મુખ્યાલચમાંથી 11 મહિના બાદ જવાબ અપાયો કે મિગની લાઇફ હવે ખતમ થવા આવી છે અને જે વિમાનો રહ્યા છે તેના માટે પૂરતો જથ્થો છે. પરંતુ થોડા જ મહિના પછી 11425 ટાયર-ટ્યૂબનો ઓર્ડર પોલેન્ડની સિનજેન કંપનીને આપવામાં આવ્યો. 

  કેગે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા દ્વારા ડ્રોનના વિકાસમાં વિલંબ સામે સવાલો ઉઠાવ્યા છે. કેગ મુજબ ડ્રોન પ્રોજેક્ટ સમયસર પૂર્ણ ન થવાથી 1000 કરોડથી પણ વધારે ખર્ચ થયો છે અને હજુ પણ ભારતીય સેનાને ડ્રોન નથી મળ્યા જેનાથી હવાઇ દેખરેખ પ્રણાલી પ્રભાવિત થઇ છે.

(12:00 am IST)
  • SBIની ખોટ રૂ. ૪૮૭૬ કરોડ થઇ : ર૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર (એપ્રિલથી જુન): એનપીએ ઘટયું access_time 3:50 pm IST

  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST

  • અમદાવાદ:રાજ્યમાં કેફી-માદક પદાર્થો પકડવા ડ્રાઈવ રાખવા ડીજીપીનો આદેશ:ડીજીપીએ એ.ટી.એસ.ને કર્યો આદેશ : ડીજીપી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો : રાજ્યભરમાં માદક પ્રદાર્થોને ઝડપી પાડવા હુકમ access_time 7:32 pm IST