Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

શપથગ્રહણ પહેલા અમેરિકા માટે ઇમરાનને ડહાપણની દાઢ ફૂટી ;કહ્યું ,,બંને દેશ વચ્ચે કુટનીતિક સંબંધ સુધારવાની જરૂર

બન્ને દેશ વચ્ચે વિશ્વાસની ઉણપના કારણે દ્વિપક્ષિય સંબંધોમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા

પાકિસ્તાનમાં વડાપ્રધાન પદના શપથ ગ્રહણ પહેલા ઇમરાનખાને કહ્યું હતું કે અમેરિકા સાથે સંબંધ સુધારવા માટે અમારી સરકાર પ્રયાસ કરશે. ટ્રમ્પ સાથે સંતુલિત અને વિશ્વસનીય સંબંધ સ્થાપિત કરવા માટે સરકારનું લક્ષય રહેશે. ઈમરાન ખાને કહ્યુ કે, બન્ને દેશ વચ્ચે વિશ્વાસની ઉણપના કારણે દ્વિપક્ષિય સંબંધોમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે.

 પાકિસ્તાનમાં અમેરિકાના કાર્યવાહન રાજદૂત જોન એફ હૂવર સાથે વાતચીત કરતા ઈમરાન ખાને જણાવ્યુ કે, બન્ને દેશ વચ્ચે કુટનીતિક સંબંધ સુધારવાની જરૂર છે

   અત્રે ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે  પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવી પાકિસ્તાનને આપવામાં  આવતી આર્થિક સહાય પર રોક લગાવી હતી. 

(12:00 am IST)