Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

મુંબઇમાં કિકિ ચેલેન્જને સ્વીકારતા ૩ યુવાનોને ૩ દિવસ સુધી વસઇ રેલવે સ્‍ટેશન સાફ કરવાની સજા

મુંબઇઃ યંગસ્ટર્સમાં શરુ થયેલા કિકિ ચેલેન્જના ક્રેઝ વિષે તો તમે જાણતા હશો. ચેલેન્જમાં લોકો ચાલુ કારમાંથી ઉતરીને રોડ પર ડાન્સ કરે છે અને કારમાં બેઠેલી વ્યક્તિ તેનો વીડિયો ઉતારે છે. ચેલેન્જના ચક્કરમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પણ ખબર મળી છે.

યંગસ્ટર્સના ખતરનાક ક્રેઝને ગંભીરતાથી લઈને અનેક રાજ્યોની પોલીસે નોટિસ આપી હતી કે, પ્રકારના ચેલેન્જ કરતા જે પણ પકડાશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

પરંતુ પોલીસની વાતને સજા મળે ત્યાં સુધી ગંભીરતાથી કોણ લે છે? મુંબઈના વિરાર વિસ્તારના 3 મિત્રો કિકિ ચેલેન્જ કરવા ગયા, પણ તેમને એવી સજા મળી કે હવે ક્યારેય કોઈ પણ પ્રકારના આવા ટ્રેન્ડમાં ભાગ નહીં લે.

એક યૂટ્યુબ ચેનલ ચલાવતા 3 મિત્રોએ મુંબઈ મેટ્રોની બહાર કિકિ ચેલેન્જનો વીડિયો બનાવ્યો અને પોતાના પેજ પર શેર કર્યો. વીડિયોમાં 3 મિત્રોમાંથી એક ચાલુ ટ્રેનમાં બહાર નીકળીને ડાન્સ કરે છે અને બાકીના બે તેનો વીડિયો ઉતારી રહ્યા છે.

રેલવે પોટેક્શન ફોર્સ(RPF) નિશાંત રાજેન્દ્ર શાહ(20), ધ્રુવ અનિલ શાહ(23) અને શ્યામ રાજકુમાર શર્મા(24)ની અટકાયત કરી હતી. પોલીસના ધ્યાનમાં વીડિયો આવ્યો હતો. યૂટ્યુબ પર વીડિયોના 1.9 વ્યુ હતા. વીડિયોમાં એક એમ્બ્યુલન્સ પણ હતી, જેને ટ્રેસ કરીને પોલીસ નિશાંત સુધી પહોંચી હતી.

સૂત્રના જણાવ્યા અનુસાર, લોકોની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમની આંખમાં આંસુ આવી ગયા હતા. વસઈ રેલવે કોર્ટ દ્વારા તેમને જે સજા સંભળાવવામાં આવી તે ખરેખર યુનીક છે. તેમને અઠવાડિયામાં 3 દિવસ વસઈ રેલવે સ્ટેશનની સફાઈ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સિવાય તેમને સવારે 11થી 2 અને 3થી પાંચ દરમિયાન સ્ટેશન પર આવીને લોકોને પ્રકારના સ્ટંટ્સથી દૂર રહેવાની અપીલ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

(5:56 pm IST)