Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

વોટ્સઅેપમાં આવતી લીંક ખોલશો તો સ્ટોકર સરળતાથી ટ્રેક કરી શકે છે અને બ્લેકમેઇલિંગથી લઇને તમારા પર્સનલ ડેટામાં પણ છેડછાડની સંભાવના

આમ તો આજકાલ સોશિયલ મીડિયા પર તમામ લોકો એક્ટિવ રહે છે. પરંતુ ખૂબ ઓછા લોકો એવા છે જે એના ફાયદા અને નુકસાન માટે જાણે છે. સતત વધી રહેલા સોશિયલ મીડિયાના પ્રયોગથી અલગ અલગ પ્રકારના ક્રાઇમ પણ વધી રહ્યા છે. તમારી એક ભૂલથી લોકો તમારા માટે બધું જાણી શકે છે. તમને સરળતાથી ટ્રેક કરી શકે છે. બ્લેકમેલિંગથી લઇને તમારા પર્સનલ ડેટાથી પણ છેડછાડ કરી શકે છે.

 

તમારી જાસૂસી માટે લોકો તમારા સોશિયલ મીડિયાની પ્રોફાઇલને ચેક કરીને અને ટ્રેક કરીને તમારા માટે ઘણી જાણકારી એકત્રિત કરી લે છે. પરંતુ શું તમને જાણો છો કે સ્ટોકર તમારા વોટ્સએપ નંબર એક મેસેજ કરીને પણ દરેક જાણકારી એકત્રિત કરી શકે છે. ઉપરાંત એમના દ્વારા એકઠી કરેલી જામકારી તમને જોખમમાં પણ નાંખી શકે છે. જો તમે સોશિયલ મીડિયા એક્ટિવ નથી તો પણ એક સ્ટોકર તમારા વોટ્સએપ પર એક મલ્ટીમીડિયા ફાઇલ જેવી ઇમેજ અથવા GIF મોકલીને તમારા લોકેશન માટે જાણી શકે છે
લોકોને સ્ટોક કરવા માટે સ્ટોકર કોઇ અજાણ નંબરથી એમના વોટ્સએપ પર અથવા પછી નોર્મલ મેસેજ કરે છે. મેસેજમાં નાની લિંક આપવામાં આવી હશે જે જોવામાં કોપી ગૂગલની લિંકની જેમ હશે અને મેસેજ કોઇ સેલિબ્રિટીના ફોટા અથવા કોઇ ખાસ ગવર્નમેન્ટ સ્કેમનું નામ આપવામાં આવ્યું હશે. જેને જોઇને સામાન્ય લોકો ક્લિક કરી લે છે. ત્યારબાદ તેઓ સાઇબર ક્રાઇમનો શિકાર થઇ જાય છે. એની પર ક્લિક કર્યા બાદ બધી જાણકારી સ્ટોકર્સની પાસે પહોંચી જાય છે અને એની સાથે છેડછાડ કરી શકે છે
ઇન્ટરનેટ પર એવા IP લોગર્સ અને ટ્રેકર્સ છે. જેના દ્વારા લોકેશન જાણી શકાય છે. એના દ્વારા તમરા જિલ્લા, ઘર દરેક માટે જાણકારી મળી શકે છે. જો તમારી પાસે પણ એવા મેસેજ આવે છે તો એને ખોલતા પહેલા એની જાણકારી લો અને ત્યારબાદ ઓપન કરો.

(5:55 pm IST)