Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ત્રીજી લહેર પહેલા પૂર્વ તૈયારી : દિલ્હીમાં એડવાન્સ જીનોમ સીક્વેસિંગ લેબ તૈયાર

દિલ્હી સરકારે અત્યાર સુધી દિલ્હીની પોતાની બે જીનોમ સીક્વેસિંગ લેબની શરૂઆત કરી

નવી દિલ્હી : દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરની સંભાવના અને ડેલ્ટ પ્લસ વેરિયન્ટના જોખમને જોતા રાજધાની દિલ્હીમાં જીનોમ સીક્વેસિંગ લેબ શરૂ કરવામાં આવી છે.

મહામારીની ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારીને ધ્યાનમાં રાખતા દિલ્હી સરકારે અત્યાર સુધી દિલ્હીની પોતાની બે જીનોમ સીક્વેસિંગ લેબની શરૂઆત કરી છે. જેમાંથી એક લેબ દિલ્હીના લોકનાયક હોસ્પિટલમાં છે અને એક ILBS (ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બિલિયરી સાયન્સ)માં છે. ILBSમાં સ્થાપી લેબ એડવાન્સ ટેકનોલોજી પર આધારિત છે.

ILBSમાં ક્લિનિકલ વાયરોલોજી ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ ડો. એકતા ગુપ્તાના મતે જીનોમ સીક્વેસિંગની માટે લેબમાં મોકલાતા સેમ્પલને ચાર તબક્કામાં પસાર કરવાના હોય છે. લેબમાં બે વિભાગ છે, એક વિભાગમાં સેમ્પલ રિસિવ કરવામાં આવે છે ત્યારબાદ RNA એક્સટ્રૈક્ટ કરાયા છે. બીજા વિભાગનો મુખ્ય હિસ્સો જ્યાં જીનોમ સીક્વેસિંગ કરાય છે.

સૌથી પહેલા લેબમાં આવતા RT-PCRને રિસિવ કરવામાં આવે છે. યુવી લાઇટની મદદથી સેમ્પલ ટ્યૂબ અને સેમ્પલ ફોર્મને ડિસઇન્ફેક્ટ કરાય છે. ત્યાર બાદ સેમ્પલની એન્ટ્રી થાય છે અને ફરીને તેને RNA એક્સટ્રેક્શન માટે મોકલાય છે

  RNA એક્સટ્રેક્ટ કરવાનું. આ પ્રક્રિયામાં જેટલા કોવિડ પોઝિટિવ સેમ્પલ છે, સૌથી પહેલા RTPCR લેબમાં વે છે. આ લેબમાં SL-3 (બાયો સેફ્ટી લેવલ- 3) વાળી સાવધાનીઓ રાખવામાં આવે છે. આ લેબમાં સેમ્પલમાંથી RNA એક્સટ્રેક્ટ કરાય છે અને ત્યારબાદ તેને સીક્વેસિંગમાં લગાડવામાં આવે છે. RNA એક્સટ્રેક્ટ કરવા માટે બહુ સાવધાની રાખવામાં આવે છે કારણ કે તે અત્યંત સંક્રામક હોય છે અને બહુ જલ્દીથી ફેલાઇ શકે છે.

(11:59 pm IST)