Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

વિદેશમાં નાણાં મોકલી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારની ખેર નહીં : બેન્કે આપી કડક ચેતવણી

જ્યારે પણ તેઓ વિદેશમાં પૈસા મોકલશે ત્યારે તેણે જણાવવું પડશે કે તેનું રોકાણ ક્રિપ્ટોમાં નહિં કરે.

મુંબઇઃ ભારતમાં બિટકોઇન સહિતની ક્રિપ્ટોકરન્સની ખરીદ-વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે જો વિદેશમાં પ્રતિબંધ ન હોવાથી કેટલાક ભારતીયો વિદેશમાં નાણાં મોકલી તેનું રોકાણ ક્રિપ્ટો કરન્સીમા કરી રહ્યા હોવાના અહેવાલ છે. આવી પ્રવૃત્તિને ડામવા માટે બેન્કોએ પણ કડક લેવાનું શરૂ કરી દીધુ છે.
ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી આઇસીઆઇસીઆઇ બેન્કે તેના ખાતાધારકોને વિદેશમાં મોકલેલ નાણાંનું ક્રિપ્ટોકરન્સીમા રોકાણ ન કરવા પર ચેતવણી આપી છે.

બેન્કે તેના ગ્રાહકોને જણાવ્યું છે કે, જ્યારે પણ તેઓ વિદેશમાં પૈસા મોકલશે ત્યારે તેણે જણાવવું પડશે કે તેનું રોકાણ ક્રિપ્ટોમાં નહિં કરે. તેના માટે બેન્કે પોતાના રિટેલ આઉટવર્ડ્સ રેમિટેન્સ એપ્લીકેશન ફોર્મમાં ફેરફાર કર્યો છે. તે પ્રમાણે, ગ્રાહકોને આઉટવર્ડ્સ રેમિટેન્સ અરજી પત્ર આપવાનું રહેશે. આને ગ્રાહકોને આરબીઆઈ લિબરલાઈઝ્ડ રેમિટેન્સ સ્કીમ (LRS) હેઠળ વિદેશોમાં સ્ટોક અને એસેટને ખરીદવા માટે પૈસા ટ્રાન્સફર કરવા માટે હસ્તાક્ષર કરવાના રહેશે. એલઆરએસ ડેક્લેરેશન ક્રિપ્ટોકરન્સીમાં ડાયરેક્ટ રોકાણ સુધી જ સિમિત નથી.

અહીં ગ્રાહકોએ ડિક્લેર કરવું જ જોઇએ કે સૂચિત રોકાણોનો ઉપયોગ ક્રિપ્ટો એસેટ્સ ખરીદી માટે થશે નહીં. ડેક્લેરેશનમાં જણાવાયું છે કે ઉપર જણાવેલ રેમિટન્સ બિટકોઇન / ક્રિપ્ટોકરન્સીઝ, વર્ચુઅલ કરન્સી (જેમ કે ઇથોરમ, રિપલ, લાઈટકોઇન, ડૈશ, પીયરકોઇન, ડોગકોઇન, પ્રાઈમકોઇન, ચાઈનાકોઇન, વેન, બિટકોઇન અથવા અન્ય કોઈ વર્ચ્યુઅલ કરન્સી, ક્રિપ્ટોકરન્સી, બિટકોઇન) ના રોકાણ અથવા ખરીદી માટે નથી.

ગ્રાહકો પણ સંમત છે કે એલઆરએસ રેમિટેન્સને બિટકોઈનમાં કામ કરતી કંપનીના મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા શેર અથવા કોઈ અન્ય સંસાધનોના એકમોમાં રોકાણ નહિં કરવામાં આવે. ક્રિપ્ટો એક્સચેન્જો માટે મોટાભાગની બેંકિંગ સેવાઓ બંધ કર્યા પછી આઈસીઆઈસીઆઈ બેંકે હવે તેના ગ્રાહકોને ક્રિપ્ટો સંબંધિત રોકાણો માટે રિઝર્વ બેંકની લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (એલઆરએસ) નો ઉપયોગ ન કરવા જણાવ્યું છે. ફેમા હેઠળની ઘોષણાના ભાગ રૂપે બેંકે તેના રિટેલ આઉટવર્ડ રેમિટન્સ એપ્લિકેશન ફોર્મમાં ફેરફાર કર્યા છે.

(10:51 pm IST)