Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

કોંગ્રેસની 'બળદ ગાડા' રેલીમાં ગાડું જ તૂટી પડ્યું ; નેતાઓ નીચે ગબડી પડ્યા

મુંબઈ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ભાઈ જગતાપને સમર્થકોએ હાથ પકડી ઉભા કર્યા

મુંબઈ : દેશમાં પેટ્રોલ -ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ છે ત્યારે મુંબઇ કોગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ ભાઇ જગતાપનાની આગેવાની હેઠળ આજે એન્ટોપ હિલનાં ભરણીનાકા વિસ્તારમાં બળદગાડા પર રેલી નિકળી હતી. જેમાં સૌથી આગળ ચાલી રહેલા બળદ ગાડામાં કોગ્રેસ ના પ્રદેશ અધ્યક્ષ ભાઇ જગતાપ તેમના 12 જેટલા સાથીઓ સાથે ઊભા હતા તે સમયે અચાનક જ ગાડામાં વજન વધી જતા લાકડાનું ગાડુ તૂટી પડતા ભાઇ જગતાપ તેમના સમર્થકો સાથે નીચે ગબડી પડ્યા હતા.

ભાઇ જગતાપને સમર્થકોએ હાથ પકડીને ઉભા કર્યા હતા. જોકે, આ ઘટનામાં કોઇને ઇજા થઇ ન હતી પણ બળદગાડુ સંપૂર્ણ રીતે તૂટી ગયુ હતુ. એક બળદના પગ પર ઇજા થઇ છે. કોગ્રેસની આ રેલી એન્ટોપ હિલ થી અંદાજે બે કિલોમીટર સુધી જવાની હતી. આ ઘટના બાદ પણ કોગ્રેસે કેંન્દ્ર સરકારનાં પેટ્રોલ-ડીઝલ ભાવ વધારા ના વિરોધમાં પ્રદર્શન ચાલુ રાખ્યુ હતું. આ ઘટના એ ભારે ચકચાર જગાવી હતી.

(9:07 pm IST)