Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

મોહન ભાગવતના નિવેદન સામે સાધ્વી પ્રાચીએ આપી પ્રતિક્રિયા:કહ્યું -ગૌમાંસ ખાનારનું DNA એક ન હોઈ શકે

નવી દિલ્હી : આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ડીએનએ અંગે આપેલા નિવેદન મામલે  ભાજપ નેતા સાધ્વી પ્રાચીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે દરેકના ડીએનએ એક છે, પરંતુ જે લોકો ગાયનું માંસ ખાય છે તેના એકસરખા ન હોઈ શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે 4 જુલાઇએ યુપીના ગાઝિયાબાદમાં મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજીત કાર્યક્રમને સંબોધન કરતી વખતે મોહન ભાગવતે કહ્યું કે તમામ ભારતીયોના એક ડીએનએ છે. ભલે તે કોઈ પણ ધર્મના હોય.

લિંચિંગ અંગે ભાગવતે એમ પણ કહ્યું હતું કે જેઓ તેમાં સામેલ છે તે હિન્દુત્વની વિરુદ્ધ છે અને લોકશાહી પર હિન્દુઓ અથવા મુસ્લિમોનું વર્ચસ્વ ન હોઈ શકે. જ્યારે સાધ્વી પ્રાચીને આરએસએસના વડાના નિવેદન પર તેના જવાબ માટે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, બધાના ડીએનએ એક છે, પરંતુ ગૌમાંસ ખાનારા લોકોના નહીં. મોહન ભાગવતના ડીએનએવાળા નિવેદન બાદ, કોગ્રેસ, એઆઈએમઆઈએમ નેતાઓએ તેમના પર હુમલો કર્યો હતો .

(8:58 pm IST)