Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

DMKનો વિજય ન થતાં એક શખ્સે આત્મવિલોપન કર્યું

તામિલનાડુમાં એક વ્યક્તિની આત્મહત્યા ચર્ચામાં : નિવૃત્ત સરકારી કર્મી પાસેથી મળેલી સુસાઈડ નોટ પરથી તેણે ડીએમકેના વિજય માટે બાધા રાખી હોવાની ચર્ચા

ચેન્નાઈ, તા.૧૦ : તામિલનાડુમાં એક વ્યક્તિએ કરેલી આત્મહત્યા હવે ચર્ચાનુ કેન્દ્ર બની ગઈ છે. રોજ અલગ-અલગ કારણસર સેંકડો લોકો જીવન ટુંકાવી દેતા હોય છે.પણ કેસમાં આત્મહત્યા કરનાર ૬૦ વર્ષના વ્યક્તિએ એટલા માટે જીવ આપ્યો હતો કે, તામિલનાડુમાં ડીએમકે જીતે તેવી ઈચ્છા પૂરી થઈ નહીં.

તામિલનાડુના કરુર જિલ્લામાં રહેતા ૬૦ વર્ષીય નિવૃત્ત સરકારી કર્મચારી ઉલગનાથન શુકર્વારે સવારે મંદિર પહોંચ્યો હતો અને દર્શન કર્યા હતા. બાદ તેણે પોતાની જાતને આગ લગાવી દીધી હતી.ઉલગનાથનના આત્મવિલોપનના પગલે મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી.કોઈને ખબર નહોતી પડી કે, આખરે વ્યક્તિએ આવુ પગલુ કેમ ભર્યુ.જોકે બાદમાં જે કથિત સુસાઈડ નોટ મળી હતી તેને લઈને સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો કે, મૃતક ઉલગનાથને ડીએમકે નેતા સેંથિલ બાલાજીની જીત માટે પ્રાર્થના કરી હતી અને ડીએમકે ફરી સત્તા પર આવે તવી બાધા રાખી હતી.

તેની બાધા પૂરી થયા બાદ આત્મવિલોપન કરવાનુ નક્કી કર્યુ હતુ અને માટે તેણે શુક્રવારનો દિવસ પસંદ કર્યો હતો.કારણકે દિવસે અષાઢ માસની અમાસ હતી.તામિલનાડુના લોકો માટે દિવસ શુભ મનાય છે.

જોકે હવે પોલીસે સુસાઈડ નોટ કબ્જે કરીને તપાસ શરુ કરી છે.પોલીસ ઉલગનાથનની માનસિક સ્થિતિની પણ તપાસ કરી રહી છે. બાબતે મરનારના પરિવારજનોની પૂછપરછ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, તામિલનાડુમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ૧૦ વર્ષ બાદ ડીએમકેની સત્તા પર વાપસી થઈ છે.

(7:23 pm IST)