Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

દિલ્હીમાં પોલીસની સ્પેશ્યલ સેલની ટીમે અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ્સની ખેપ પકડીઃ ૨૫૦૦ કરોડના ૩૫૦ કિલો હેરોઇલન સાથે ૪ ઝડપાયા

આ અગાઉ ૧૨૫ કિલો હેરોઇન સાથે ૨ અફઘાની ઝડપાયા હતા

નવી દિલ્હી: દિલ્હી પોલીસને એક મોટી સફળતા હાથે લાગી છે. દિલ્હી પોલીસે 2500 કરોડનું 350 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. તે ઉપરાંત પોલીસે ચાર આરોપીઓની પણ ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી ત્રણ હરિયાણામાંથી પકડવામાં આવ્યા છે અને એક આરોપી દિલ્હીથી પકડવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલા આરોપીઓ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.

દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ્સ ખેપ પકડી છે. આ અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ્સ સિન્ડીકેટનો ખુલાસો છે. હેરોઈનની કિંમત અઢી હજાર કરોડ બતાવવામાં આવી રહી છે. આ કેસ નાર્કો ટેરરિઝ્મ સાથે જોડાયેલો હોઈ શકે છે. નાર્કો ટેરરિઝ્મના એંગલ પર તપાસ ચાલી રહી છે.

આનાથી પહેલા પાછલા મહિનામાં દિલ્હી પોલીસે હેરોઈનની મોટી ખેપ મળી આવી છે. લગભગ 125 કિલો હેરોઈન સાથે બે અફઘાનિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. કસ્ટડીમાં લેવામાં આવેલા બંને આરોપી પતિ-પત્ની છે. પશ્ચિમી જિલ્લાની પોલીસને સતત ડ્રગ્સની તસ્કરીની સૂચનાઓ મળી રહી હતી તે પછી પોલીસે કાર્યવાહી કરતાં બંને આરોપીઓની ધરપકડ કરી છે.

(5:09 pm IST)