Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ઇરાનમાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇસીઍ ભારતને શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યુ

ભારતના વિદેશ મંત્રી ઇરાનના ચૂંટાયેલ રાષ્ટ્રપતિને મળનારા પ્રથમ વિદેશી મહાનુભાવ બન્યા

તેહરાનઃ ઈરાનના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ પદ સંભાળવાથી પહેલા જ ભારતીય વિદેશ મંત્રી ડો. જયશંકરના નેતૃત્વમાં તેહરાન પહોંચેલા ભારતીય પ્રતિનિધિમંડળ સાથે બુધવારે મુલાકાત કરી. આ દરમિયાન તેમને પાંચ ઓગસ્ટે પોતાના શપથ ગ્રહણ સમારંભ માટે ભારતને આમંત્રિત કર્યું છે. પૂર્વ ન્યાયપાલિકા પ્રમુખ ઈબ્રાહિમ રઈસીએ પાછલા મહિને ઈરાનના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત મેળવી હતી. તેઓ ઓગસ્ટની શરૂઆતમાં પદભાર સંભાળશે.

આ પ્રથમ તક છે જ્યારે ઈબ્રાહીમ રઈસીએ પોતાના પદભાર સંભાળવાથી પહેલા કોઈ વિદેશી મહેમાન સાથે મુલાકાત કરી છે. ભારતના વિદેશ મંત્રી ઈરાનના ચૂંટાયેલા રાષ્ટ્રપતિને મળનાર પ્રથમ વિદેશી મહાનુભાવ છે. બેઠકમાં બંને દેશો વચ્ચે સંબંધોને લઈને ચર્ચા થઈ. રશિયા માટે ત્રમ દિવસની યાત્રા પર રવાના થયા પહેલા એસ જયસંખરે રસ્તામાં તેહરાનમાં થોડી વાર માટે રોકાયા અને ઈબ્રાહિમ રઈસી સાથે મુલાકાત કરી હતી.

ઈરાની નેતૃત્વ તરફથી ભારતને નવા રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે, તે ભારતે સ્વીકાર કરી લીધું છે. જોકે, હજું તે નક્કી થયું નથી કે, નવી દિલ્હીનું પ્રતિનિધિત્વ કોણ કરશે. સમારંભમાં આમંત્રિત કરવામાં આવેલા કેટલાક દેશોમાં ભારત પણ સામેલ છે.

(5:08 pm IST)