Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

કેરળમાં ઝીકા વાયરસનો કહેર : ૧૪ કેસ નોંધાયા

કેન્દ્રએ તાબડતોડ ૬ વિશેષજ્ઞોની ટીમ કેરળ પહોંચી

નવી દિલ્હી તા. ૧૦ : કેરળમાં જીકા વાયરસના કુલ ૧૪ કેસ નોંધાયા જેથી ત્યા ચિંતાનો માહોલ છવાયો છે. પરિસ્થિતી પર કાબૂ મેળવવા કેન્દ્ર સરકારે ૬ વીશેષજ્ઞોની ટીમ કેરળમાં મોકલી છે

કેરળમાંજીકા વાયરસસંક્રમણના અત્યાર સુધીમાં કુલ ૧૪ મામલાઓ સામે આવ્યા છે. રાષ્ટ્રીય વિષાણુ સંસ્થાન દ્વારા ૧૩ કેસની પુષ્ટી કરવામાં આવી ત્યારબાદ તેમણે ચેતવણી આપી છે. અહીયા ૨૪ વર્ષીય સગર્ભા યુવતીમાં સૌથી પહેલા આ મચ્છર જન્ય વાયરસની પુષ્ટી થઈ હતી. આ મામલે વાયરસની સ્થિતી પર નજર રખાવા કેન્દ્રીય વિશેષજ્ઞોની ટીમ રવાના થઈ ચુકી છે.

કેરળસરકારે અત્યાર સુધીમાં કુલ ૧૯ સેમ્પલ મોકલ્યા હતા. જેમાથી ૧૩ સેમ્પલનો જીકા વાયરસના હોવાનું સામે આવ્યું. આ વાયરસના લક્ષણ ડેન્ગયૂં જેવા છે. જેમા તાવની સાથે સાતે સાંધામાં દુખાવો થાય છે.

જોકે આ મામલે કેરળના સ્વાસ્થ્યએ આ મામલે કહ્યું કે જીકા વાયરસને રોકવા માટે યોજના બનાવી લેવામાં આવી છે.કેરળસરકારને આ વાયરસ રોકવા માટે કેન્દ્ર સરકારની ટીમ પણ સહયોગ આપવા પહોચી ગઈ છે.

કેરળસ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ મામલે ગઈકાલે માહિતી આપવામાં આવી કે તેમના ત્યા જીકા વાયરસના અમુક કેસ સામે આવ્યા છે. જેથી કેન્દ્ર સરકાર દ્વારા ૬ લોકોની ટીમ ત્યા મોકલવામાં આવી છે. જે વાયરસને રોકવાની યોજનામાં તેમનો સહયોગ આપશે. આ ટીમમાં સાર્વજનિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞ તેમજ મચ્છરજન્ય રોગોના વિશેષજ્ઞ અને એઈમ્સના વિશેષજ્ઞો પણ શામેલ છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસનો સૌથી પહેલો કેસ આપણા દેશમાં કેરળમાં જોવા મળ્યો છે. ત્યારે વધુંમાં અહીયા જીકા વાયરસના કેસ સામે આવ્યા છે. જેથીકેરળસરકારે અત્યારથી આ વાયરસ સામે લડવા માટેની રણનીતી તૈયાર કરી લીધી છે.

(3:35 pm IST)