Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

મુઠ્ઠીભર નેતાઓના હાથમાં ફરતી રહે છે ટોચની સહકારી સંસ્થાઓ

નવી દિલ્હી તા. ૧૦ : ઇફકો, કૃભકો, નાફેડ, એનસીસીએફ અને રાજ્યોના સહકારી ફેડરેશનો સહિત સેંકડો જિલ્લા અને રાજ્ય સ્તરની સહકારી બેંકોનો ઇતિહાસ જોવામાં આવે તો ચોખ્ખુ દેખાશે કે કેવી રીતે તે પરિવાર અને કાર્ટેલ વચ્ચે ફરતી રહી છે. વિભીન્ન સહકારી સંસ્થાઓના ટોચના પદ પર પોતાને ગોઠવવા અથવા ચુંટાવવાનું સંગઠિત કાર્ટેલ છે.

આના માટે પરસ્પર રોટેશનના આધારે પોતાને ગોઠવતા રહે છે. નિયમોની ખામીઓ તેમના માટે મદદગાર થાય છે. રોચક વાત એ છે કે રાજકીય વિચારધારા ગમે તે હોય, અહીં બધા ભાઇચારાથી એક બીજાની મદદ કરે છે જેથી કાર્ટેલ ચાલુ રહે. આ સંસ્થાઓનું નાણાકીય આકલન કરીએ તો કેટલાય લાખ કરોડ રૂપિયા થશે જેનું સંચાલન આ લોકોના હાથમાં રહે છે. કદાચ એ જ કારણ છે કે કેન્દ્રમાં બનેલ નવું સહકારીતા મંત્રાલયે આ લોકોના કાન સરવા કરી દીધા છે. તેમને ભય સતાવવા લાગ્યો છે કે કયાંક જે તે સંસ્થાઓ પરથી તેમનો કબ્જો ચાલ્યો જશે.

(3:03 pm IST)