Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

૬૧૦ અબજ ડોલરને પાર પહોંચ્યો દેશનો વિદેશી મુદ્રા ભંડાર

નવી દિલ્હી તા. ૧૦ : દેશના વિદેશી મુદ્રા ભંડાર જુલાઈ ૨, ૨૦૨૧ ના   રોજ પૂરા થયેલા સપ્તાહમાં ૧.૦૧૩ અબજ ડોલરની વૃદ્ઘિ સાથે ૬૧૦.૦૧૨ અબજ ડોલરની રેકોર્ડ ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગઈ છે. શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા – RBI દ્વારા જારી કરવામાં આવેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે.

RBIના ડેટા અનુસાર, ૨૫ જૂનના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં વિદેશી મુદ્રા ભંડાર ૫.૦૬૬ અબજ ડોલર વધીને ૬૦૮.૯૯૯ અબજ ડોલર થયું છે. આરબીઆઈના ડેટા મુજબ ૧૮ જૂનને પૂરા થયેલા અઠવાડિયામાં વિદેશી મુદ્રા ભંડાર ૪.૪૧૮ અબજ ડોલર ઘટીને ૬૦૩.૯૩૩ અબજ ડોલર થયું છે. આ અગાઉ ૧૧ જૂન, ૨૦૨૧ ના   રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર ૩.૦૭૪ અબજ ડોલર વધીને ૬૦૮.૦૮૧ અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું.

રિઝર્વ બેંકના સાપ્તાહિક ડેટા અનુસાર રિપોર્ટિંગ સપ્તાહમાં વિદેશી હૂંડિયામણના ભંડારમાં વધારો થવાનું કારણ વિદેશી ચલણ સંપત્ત્િ। FCA (Foreign Currency Assets) માં વધારો છે, જે એકંદર અનામતનો મુખ્ય ઘટક છે. આ સમયગાળા દરમિયાન એફસીએ ૭૪.૮ કરોડ ડોલર વધીને ૫૬૬.૯૮૮ અબજ ડોલર નોંધાઈ છે. ડોલર ના મૂલ્યથી વ્યકત કરાયેલી વિદેશી ચલણ સંપત્ત્િ।માં વિદેશી ચલણના ભંડારમાં રાખવામાં આવેલી યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી ચલણોના મૂલ્યમાં વધારા અથવા ઘટાડાની અસર શામેલ છે.

આ સમયગાળા દરમિયાન સોનાનો ભંડાર ૭.૬ કરોડ ડોલર વધીને ૩૬.૩૭૨ અબજ ડોલર થયો છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) સાથેનો એસડીઆર (Special Drawing Rights) ૪.૯ કરોડ ડોલર વધીને ૧.૫૪૮ અબજ ડોલર થયો છે. રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે રિપોર્ટિંગ સપ્તાહ દરમિયાન આઈએમએફ સાથે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ૧૩.૯ કરોડ ડોલર વધીને ૫.૧૦૫ અબજ ડોલર થયું છે.

(3:01 pm IST)