Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ઉત્તરાખડં હાઇકોર્ટે ચારધામ યાત્રા પરનો પ્રતિબંધ ૨૮મી જુલાઈ સુધી લંબાવી દીધો

હાઇકોર્ટે હિલ સ્ટેશનો પર ઊમટી પડેલા પ્રવાસીઓ અને ભીડ દ્રારા કોરોના ગાઇડલાઇનનું પાલન ના થતું હોવાના કારણે રાજ્ય સરકારને ઠપકો આપ્યો

ઉત્તરાખડં હાઇકોર્ટે એક જાહેર હિતની અરજીની સુનાવણી કરતાં ચારધામ યાત્રા પર લાગેલા પ્રતિબંધને ૨૮ જુલાઇ સુધી લંબાવી દીધો છે. ઉત્તરાખડં હાઇકોર્ટે હિલ સ્ટેશનો પર ઊમટી પડેલા પ્રવાસીઓ અને ભીડ દ્રારા કોરોના ગાઇડલાઇનનું પાલન ના થતું હોવાના કારણે રાય સરકારને ઠપકો આપ્યો હતો.

હાઇકોર્ટે કહ્યું હતું કે ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં કોરોનાના નિયમોના પાલનમાં બેદરકારી અને પ્રવાસીઓની ભીડને ચિંતાનું કારણ ગણાવતા સરકારને શનિવાર અને રવિવારે કરયૂ હટાવવાના આદેશ પર પુન:વિચાર કરવા માટે કહ્યું હતું. અનલોક બાદ ઉત્તરાખંડના પર્વતો પર ઊમટી પડેલા પ્રવાસીઓની ભારે ભીડને જોઇને હાઇકોર્ટે આ અંગે ચિંતા વ્યકત કરી છે

(12:59 pm IST)